• સાંજે 7.15 કલાકે નરેન્દ્ર મોદી લેશે પીએમ પદના શપથ
  • દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા
  • ટ્રાફિક પોલીસે બહાર પાડી એડવાઇઝરી 

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.સાંજે 7.15 વાગ્યે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેશે. દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સહિત સમગ્ર દિલ્હીમાં કિલ્લેબંધી કરવામાં આવી છે. દેશ વિદેશના દિગ્ગજો આવી પહોંચ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 7 હજારથી વધારે લોકો શપથવિધિ સમારોહમાં હાજર રહેવાના છે ત્યારે દિલ્હી ટ્રાફિક પોલીસે તૈયારીઓ કરી લીધી છે.

રાષ્ટ્રપતિ ભવન પાસે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા

દિલ્હી પોલીસે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. આ સંદર્ભે ટ્રાફિક પોલીસે 1100 કર્મચારીઓને ફરજ પર તૈનાત કર્યા છે. ટ્રાફિક પોલીસનું કહેવું છે કે શપથવિધિને કારણે આજે બપોરે 2 થી 11 વાગ્યા સુધી રાષ્ટ્રપતિ ભવન આસપાસ વિશેષ ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આ માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.

  • દિલ્હીમાં 9 અને 10 જૂને ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • ડ્રોન, પેરાગ્લાઈડિંગ અને પેરાજમ્પર્સ પર પણ પ્રતિબંધ રહેશે.
  • કોઈ પણ રીમોટ ઓપરેટેડ સાધનોને ઉડાડવા દેવામાં આવશે નહીં.
  • આ સાથે શપથ ગ્રહણ સમારોહને લઈને કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.
  • 1100 જેટલા ટ્રાફિક પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

આ માર્ગો પર જવાનું ટાળવું

 સંસદ માર્ગ, ઈમ્તિયાઝ ખાન માર્ગ, ગુરુદ્વારા રકાબગંજ રોડ, રફી અહેમદ કિડવાઈ માર્ગ, પંડિત પંત માર્ગ, રાજાજી માર્ગ, ત્યાગરાજ માર્ગ અને અકબર રોડથી દૂર રહેવાની સલાહ આપી છે. પોલીસનું કહેવું છે કે પટેલ ચોક, રેલ ભવન, ગોલ ચક્કર ગુરુદ્વારા રકાબગંજ, ગોલ ડાક ખાના, ગોલ ચક્કર આરએમએલ, ગોલ ચક્કર જીપીઓ, ગોલ ચક્કર પટેલ ચોક, ગોલ ચક્કર કૃષિ ભવન, ગોલ ચક્કર સુનેહરી બાગ, ગોલ ચક્કર ગોલ મેથી, ગોલ ચક્કર જીકેપીઓ અને ગોલ ચક્કર ત્રિમૂર્તિથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પોલીસે લોકોનો સલાહ આપી છે કે વધુમાં વધુ લોકો સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે.


  • Follow us on: