- 9 જૂને લઇને શકે છે નરેન્દ્ર મોદી શપથ
- ત્રીજી વખત પીએમ પદના લેશે શપથ
- પહેલા 8 જૂને શપથ લે તેવુ આવ્યુ હતું સામે
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે એનડીએ સરકાર ક્યારે શપથ ગ્રહણ કરશે તેને લઇને એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે. પહેલા સામે આવ્યું હતું કે 8 જૂને નરેન્દ્ર મોદી શપથ લેશે. પરંતુ હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ 9 જૂને ત્રીજી વખત પીએમ પદના શપથ નરેન્દ્ર મોદી લઇ શકે છે. સાંજે 6 વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાશે ન્યૂઝ એજન્સીના હવાલે માહિતી પ્રાપ્ત થઇ છે. મંત્રી મંડળને લઇને બેઠક મળી હતી.
ભાજપ બહુમતી અંકથી પાછળ
લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. એનડીએ 292 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકને 234 બેઠકો મળી છે. ભાજપે એકલા હાથે 240 બેઠકો જીતી છે. આવી સ્થિતિમાં તે બહુમતી અંક (272)થી ખૂબ પાછળ છે.
282 બેઠક જીતી હતી 2019માં
2014ની ચૂંટણીમાં ભાજપે મોદીના નેતૃત્વમાં 282 બેઠકો જીતી હતી. જ્યારે 2019ની ચૂંટણીમાં તેણે 303 બેઠકો જીતીને પોતાના દમ પર બહુમતી મેળવી હતી. જો કે આ વખતે એનડીએ સાથી પક્ષોને સામેલ કરીને બહુમતી હાંસલ કરવામાં સફળ રહી છે.
શપથગ્રહણની તૈયારીઓ-મંત્રી મંડળને લઇને બેઠક
જેપી નડ્ડાના નિવાસસ્થાને બેઠક મળી છે. આ બેઠકમાં અમિત શાહ અને રાજનાથ સિંહ અને બી.એલ સંતોષ પણ પણ હાજર છે. આ ઉપરાંત બેઠકમાં સંઘના પદાધિકારીઓ પણ પહોંચ્યા છે. સુરેશ સોની અને દત્તાત્રેય હોસવાલ પણ ઉપસ્થિત છે. બેઠકમાં એનડીએ સરકારની રચનાને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. જે માટે દિગ્ગજ નેતાઓ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા છે. બેઠકમાં શપથ સમારોહને લઇને તૈયારીઓની ચર્ચા કરવામાં આવી છે. રાજનાથસિંહ સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓ બેઠકમાં ભાગ લેવા જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા છે.