•  11 જુલાઈ સુધી બંગ્લો ખાલી કરવાનો સમય

  • સ્મૃતિ ઈરાનીને પોતાનો સરકારી બંગ્લો કરવા પડશે ખાલી
  • કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને લુટિયન્સ દિલ્હીમાં બંગ્લા ફાળવવામાં આવે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકાર બની ચૂકી છે, હવે 18મી લોકસભા માટે તમામ જીતેલા સાંસદ લોકસભામાં શપથ લેશે. 24 જૂને શરૂ થઈ રહેલા લોકસભા સત્રમાં શપથ લેવડાવવામાં આવશે. તેમાં ઘણા એવા સાંસદ છે , જે બીજી કે ત્રીજી વખત ગૃહમાં પગ મુકશે. ત્યારે એવા પણ કેટલાક સભ્ય છે, જે પ્રથમ વખત સાંસદ બન્યા છે.

પહેલાથી જ જે સાંસદ છે તેમનું આવાસ યથાવત રહેશે પણ જે પ્રથમ વખત સાંસદ બન્યા છે, તેમને સરકારી બંગ્લા ફાળવવામાં આવશે. તેની સાથે જ લોકસભા ચૂંટણી હારી ચૂકેલા સાંસદોને પણ પોતાનું આવાસ છોડવુ પડશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણીમાં હારેલા મંત્રીઓને બંગ્લો ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 11 જુલાઈ સુધી તેમને પોતાનો બંગ્લો ખાલી કરવાનો સમય મળ્યો છે. શહેરી વિકાસ મંત્રાલય હેઠળ આવનારા ડાયરેક્ટર ઓફ સ્ટેટ્સે નોટિસ જાહેર કરી છે.

કયા ઉમેદવાર હાર્યા?

લોકસભા ચૂંટણી 2024માં હાર મેળવેલા મંત્રીઓની વાત કરીએ તો સ્મૃતિ ઈરાની, આરકે સિંહ, અર્જૂન મુંડા, મહેન્દ્રનાથ પાંડે, સંજીવ બાલિયાન, રાજીવ ચંદ્રશેખર, કૈલાશ ચૌધરી, અજય મિશ્રા ટેની, વી મુરલીધરન, નિશિત પ્રામાણિક, સુભાષ સરકાર, સાધ્વી નિરંજન જ્યોતિ, રાવસાહેબ દાનવે, કૌશલ કિશોર, ભાનુપ્રતાપ વર્મા, કપિલ પાટિલ, ભગવંત ખુબા, ભારતી પવાર વગેરેના નામ સામેલ છે. મીનાક્ષી લેખી જેવા નેતા પણ છે, જેમને ટિકિટ મળી નથી.

શું છે નિયમ?

કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને લુટિયન્સ દિલ્હીમાં બંગ્લા ફાળવવામાં આવે છે. સાંસદો અને મંત્રીઓને ગૃહની સભ્યપદના આધારે આવાસ મળે છે. હારેલા સાંસદોની સભ્યતા ખતમ થયા બાદ 1 મહિનાની અંદર તેમને સરકારી બંગ્લો ખાલી કરવાનો હોય છે. તેના માટે નોટિસ જાહેર કરવામાં આવે છે. નોટિસ મળ્યાના 30 દિવસની અંદર આવાસ ખાલી કરવાનું હોય છે. પબ્લિક પ્રિમાઈસેસ એવિક્શન ઓફ અનઓથોરાઈઝ્ડ ઓક્યૂપેન્ટસ એક્ટ હેઠળ સરકારી બંગ્લો ખાલી કરાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારના વિવાદ થવા પર કારણ દર્શક નોટિસ મોકલવામાં આવે છે.


  • Follow us on: