• દિલ્હીમાં આજે રાત્રે NDAની બેઠક યોજાઇ
  • બેઠકમાં સરકાર બનાવવા મુદ્દે બેઠકમાં ચર્ચા
  • નીતીશ અને ચંદ્રબાબુ નાયડૂ ઉપસ્થિત રહ્યા

દિલ્હીમાં NDAની બેઠક યોજાઇ હતી. NDAના નેતાઓ PM નિવાસસ્થાને ઉપસ્થિત છે. જેમાં ખાસ કરીને નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ પહોંચ્યા છે. હવે ભાવિ રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટની રચના પર પણ ચર્ચા થઇ.

NDAની બેઠક માટે ગૃહમંત્રી અમિત શાહ PM આવાસ પર પહોંચ્યા હતા. આ દરમિયાન જેડીયુ સાંસદ લલન સિંહ નીતીશ કુમારને મળવા આવ્યા હતા. NDAની બેઠકમાં નીતીશ કુમાર PM નિવાસસ્થાને બેઠકનો ધમધમાટ થઇ રહ્યો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના સીએમ નીતિશ કુમાર અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુએ ભાજપને સમર્થનનો પત્ર સોંપ્યો છે. શક્ય છે કે એનડીએની બેઠક બાદ તમામ નેતાઓ સરકાર બનાવવાનો દાવો દાવ પર લગાવે.

NDAએ 292 સીટો જીતી છે, વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિ' 234 સીટો જીતી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વખતે NDAને જોરદાર વિરોધનો સામનો કરવો પડી શકે છે. ભાજપે 240 સીટો જીતી છે. આવી સ્થિતિમાં બિહારના CM નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુને પાવર લીડર માનવામાં આવી રહ્યા છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લી કેબિનેટમાં કહ્યું હતું કે, જીત અને હાર એ રાજકારણનો એક ભાગ છે. ચૂંટણીના રાજકારણ અને પરિણામોમાં આંકડાની રમત ચાલુ રહે છે. તેમનું આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મળતી માહિતી મુજબ, PM નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના બીજા કાર્યકાળની છેલ્લી કેબિનેટ બેઠક યોજી હતી. આ પછી તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું. હવે તેઓ 8 જૂને તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લઈ શકે છે. આ દરમિયાન PM મોદીએ છેલ્લી કેબિનેટમાં તેમના સાથીઓને કહ્યું કે જીત અને હાર એ રાજકારણનો એક ભાગ છે. નંબરોની રમત ચાલુ રહે છે.

  • Follow us on: