- NEETની 23 જૂને ફરીથી પરીક્ષા
- એડમિટ કાર્ડ કરી શકશો ડાઉનલોડ
- 1563 ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા લેવાશે
NTAએ NEETની ફરીથી પરીક્ષા માટે એડમિટ કાર્ડ રિલીઝ કર્યા છે. ઉમેદવારો જે આ વર્ષની નીટની ફરીથી એક્ઝામ આપી રહ્યા છે તેઓ ઓફિશિયલ વેબસાઇટ પર જઇને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
આ વેબસાઇટ પર જાઓ
NEETની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. exams.nta.ac.in/NEET.
આ ઉમેદવારો માટે આયોજન કરવામાં આવશે
મહત્વનું છે કે NEET રિ-પરીક્ષા 2024નું આયોજન 23 જૂને કરવામાં આવશે. આ પરીક્ષા 1563 ઉમેદવારો માટે લેવામાં આવી રહી છે જેમને સમયની અછતને કારણે ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. જો કે ફરી પરીક્ષા આપવી કે નહી તે ઉમેદવારોની પસંદગી પર આધાર છે. જો તેઓ પરીક્ષા ફરી આપવા માંગે છે કે પછી ગ્રેસ માર્ક દૂર કર્યા પછીના માર્ક સાથે કન્ટીન્યૂ રાખવા માંગે છે.
કેટલા વાગે લેવાશે પરીક્ષા ?
પરીક્ષા 23 જૂને બપોરે 2 થી 5.20 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા ફક્ત તે ઉમેદવારો માટે છે જેમને ગ્રેસ માર્ક આપવામાં આવ્યા હતા. આ પરીક્ષાનું પરિણામ 30 જૂનના રોજ જાહેર થઈ શકે છે.
આ રીતે એડમિટ કાર્ડ કરો ડાઉનલોડ
- સત્તાવાર વેબસાઇટ એટલે કે exams.nta.ac.in/NEET પર જાઓ.
- હોમપેજ પર એક લિંક આપી હશે જેમાં લખ્યુ હશે NEET UG 2024ની રિએક્ઝામ માટેનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે.
- તમારી વિગતો દાખલ કરો. જેમ કે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ વગેરે.
- સબમિટ કર્યા પછી તમારું એડમિટ કાર્ડ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
- તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો. આ ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થશે.
- એડમિટ કાર્ડ મેળવ્યા પછી તેમાં આપવામાં આવેલી સૂચનાઓને ધ્યાનથી વાંચો.
ઉમેદવારો આ બાબતોનું ખાસ ધ્યાન રાખે
- પરીક્ષાના દિવસે એડમિટ કાર્ડ તમારી સાથે લઈ જવાનું ભૂલતા નહીં.
- એડમિટ કાર્ડ વગર કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- આ પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણ જ અંતિમ ગણાશે
- આ પરિણામ પછી જૂના માર્કસ અમાન્ય થઈ જશે.
- જે ઉમેદવારો પરીક્ષામાં ન બેસવાનું પસંદ કરે છે, તેમના જૂના સ્કોર્સ માન્ય રહેશે પરંતુ તેમની પાસેથી ગ્રેસ માર્ક્સ દૂર કરવામાં આવશે.
- 5મી મેના રોજ લેવાયેલી પરીક્ષામાં જે ગુણ આવ્યા હતા તે જ ગુણ માન્ય રહેશે.













