• NEET પેપર લીક મામલે EOU અને CBI ટીમો એક્શનમાં
  • ઝારખંડના હજારીબાગની સ્કૂલોમાં CBIનો તપાસનો ધમધમાટ
  • CBIની 3 સભ્યોની ટીમે પેપર લીક મામલે પ્રિન્સિપાલની પૂછપરછ કરી

NEET પેપર લીક મામલે તપાસ એજન્સીઓની કાર્યવાહી તેજ થઈ ગઈ છે. EOU અને CBI ટીમો સંપૂર્ણ એક્શનમાં છે. તપાસને આગળ વધારતા CBIની ટીમ આજે ઝારખંડના હજારીબાગ પહોંચી હતી. CBIએ અહીં ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલની પૂછપરછ કરી છે. CBIની ટીમ પહેલા શાળામાં પહોંચી હતી પરંતુ જ્યારે પ્રિન્સિપાલ અહેસાન ઉલ હક ત્યાં હાજર નહોતા મળ્યા ત્યારે CBIની ટીમ પ્રિન્સિપાલના ઘરે પહોંચી ગઈ હતી. CBIની 3 સભ્યોની ટીમે પેપર લીક મામલે પ્રિન્સિપાલની પૂછપરછ કરી હતી.

CBIના સૂત્રોના જણાવ્યા અનુસાર એક શકમંદની પૂછપરછ બાદ ધરપકડ થઈ શકે છે. મળતી માહિતી મુજબ સીબીઆઈની તપાસ ત્રણ શકમંદોની આસપાસ ફરી રહી છે. કુરિયર કંપની, એસબીઆઈ બેંક અને પેપરનું સંચાલન કરતી શાળા ઓએસિસ શંકાના દાયરામાં છે. સીબીઆઈએ કુરિયર કંપની, બેંક સ્ટાફ અને શાળાના આચાર્યની પૂછપરછ કરી છે.

હજારીબાગમાં 3 સ્થળોએ તપાસ યથાવત્

સીબીઆઈની ટીમ હજારીબાગ પહોંચી છે અને ત્રણ મોટા સ્થળોએ તપાસ કરી રહી છે. તેમાંથી પ્રથમ OASIS પબ્લિક સ્કૂલ છે. વાસ્તવમાં, પટનામાંથી મળેલા બળેલા પ્રશ્નપત્રમાં મળેલી પુસ્તિકા નંબર 6136488 આ હજારીબાગ શાળાને ફાળવવામાં આવી હતી.

સીબીઆઈની જોન્ટ ટીમનું અહીં બીજું સ્થાન SBI બેંક છે, જ્યાં NEET પેપર રાખવામાં આવ્યા હતા. આ સિવાય ત્રીજા સ્થાને હજારીબાગની ખાનગી કુરિયર કંપની છે, જ્યાં 3જી મેના રોજ રાંચીથી NEET પેપર આવ્યા હતા. અહીંથી અમે ઇ-રિક્ષા દ્વારા SBI બેંક પહોંચ્યા. જ્યારે EOU હઝારીબાગમાં તપાસ માટે આવ્યું ત્યારે તેણે આ ત્રણેય સ્થળોએ જઈને પ્રિન્સિપાલના નિવેદનો પણ નોંધ્યા હતા.

કુરિયર કંપનીની ઓફિસને માર્યું તાળું 

સીબીઆઈના સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે સીબીઆઈએ બ્લુ ડાર્ટ કુરિયર કંપનીના કર્મચારીઓની પણ પૂછપરછ કરી છે. પરંતુ કુરિયર કંપનીના કર્મચારીઓ સીબીઆઈના સવાલોના જવાબ આપી શકતા નથી. કુરિયર કંપનીના જવાબથી સીબીઆઈ સંતુષ્ટ નથી સીબીઆઈએ બ્લુ ડાર્ટ કુરિયર કંપનીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા પરંતુ દરોડા બાદ બ્લુ ડાર્ટ કુરિયર ઓફિસને તાળા લાગી ગયા છે. કુરિયર કંપનીની ઓફિસ આજે ખુલી નથી. અહીં શંકાના દાયરામાં આવનાર દરેક વ્યક્તિ સીબીઆઈના રડાર પર છે.

  • Follow us on: