- NEET UG 2024નું સુધારેલું પરિણામ જાહેર
- SCના આદેશ બાદ NTAએ પરિણામ કર્યુ જાહેર
- 23 જુલાઈના રોજ આ કેસમાં SCએ આપ્યો હતો ચુકાદો
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NTA એ આજે 25 જુલાઈએ NEET UGનું સુધારેલું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો તેમના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દ્વારા સ્કોરકાર્ડ ચકાસી શકે છે.
NTAએ NEET UG 2024નું સુધારેલું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો NEET UG exam.nta.ac.in/NEET/ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે. ભૌતિકશાસ્ત્રના પ્રશ્નોના યોગ્ય વિકલ્પોને ધ્યાનમાં લીધા બાદ સુધારેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હજુ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. ટોપર્સની યાદી થોડા સમય પછી જાહેર થઈ શકે છે.













