બાબા સાહેબ આંબેડકરને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે યુપી સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર પ્રત્યે ગેરબંધારણીય અને અપમાનજનક વર્તનનો આરોપ લગાવતા કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ યોગીએ કહ્યું કે કોંગ્રેસે હંમેશા વંચિતો અને દલિતોના અધિકારોને રોકવા માટે કામ કર્યું છે.


નહેરુ સરકારે કોઇ સન્માન ન આપ્યું-સીએમ યોગી 

સીએમ યોગીએ કહ્યું કે બાબા સાહેબે ઘણી વખત નહેરુ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેમને ગૃહમાં બોલવા દેવાતા નથી. તેમણે એમ પણ કહ્યું કે બાબા સાહેબે ઉચ્ચ શિક્ષણ અને ડિગ્રીઓ મેળવી હોવા છતાં નહેરુ સરકારે તેમને કોઈ મહત્વની સમિતિમાં સ્થાન આપ્યું નથી. આ કોંગ્રેસનું દલિત વિરોધી વલણ દર્શાવે છે.

કોંગ્રેસે બાબા સાહેબ સાથે અન્યાય કર્યો- સીએમ યોગી 

સીએમ યોગીએ કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબ સાથે અન્યાય કર્યો છે. નહેરુએ માત્ર તેમને બંધારણ સભામાં જોડાતાં રોકવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ ચૂંટણીમાં તેમને હરાવવા માટે પ્રચાર પણ કર્યો હતો. કોંગ્રેસે ભંડારાની ચૂંટણીમાં બાબા સાહેબને હરાવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા.

તેમણે કહ્યું કે બાબા સાહેબના મહાપરિનિર્વાણ પછી પણ કોંગ્રેસે તેમના સન્માનમાં કોઈ સ્મારક બનાવવાની મંજૂરી આપી નથી. ઉલટાનું ભાજપે પાંચ મંદિરો બનાવીને બાબા સાહેબને યોગ્ય માન આપ્યું.

SP પર સાધ્યુ નિશાન

યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી (SP) પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે 2012માં સપા સરકારે સામાજિક ન્યાય સાથે જોડાયેલા સ્મારકોને નષ્ટ કરી દીધા. કન્નૌજ મેડિકલ કોલેજ અને ભીમરાવ આંબેડકર સાથે જોડાયેલા નામ બદલવામાં આવ્યા હતા.


  • Follow us on: