• દિનેશ કુમાર સંભાળશે નૌસેનાનું પ્રમુખ પદ
  • 30 વર્ષ સુધી વિવિધ મહત્વના પદો સંભાળી ચૂક્યા છે
  • 1985ના રોજ ભારતીય નૌકાદળમાં જોડાયા

વાઇસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી નૌસેનાના નવા પ્રમુખ બનવાના છે. તેઓ આ મહિનાના અંતમાં તેઓ હરિકુમારનું સ્થાન લેશે. 30 વર્ષના લાંબા કરીયરમાં તેમણે મહત્વપૂર્ણ પદો પર સેવાઓ આપી છે. ત્યારે હવે તેઓ નૈસેનાનું ઉચ્ચ પદ સંભાળશે. ત્યારે આવો જાણીએ દિનેશ કુમાર ત્રિપાઠીની સફર વિશે વિગતવાર

ક્યારે થયો જન્મ ?

વાઈસ એડમિરલ ત્રિપાઠીનો જન્મ 15 મે 1964ના રોજ થયો હતો. તેઓ 1 જુલાઈ, 1985ના રોજ ભારતીય નૌકાદળમાં જોડાયા હતા.તેઓ સૈનિક સ્કૂલ, રીવા અને નેશનલ ડિફેન્સ એકેડમી, ખડગવાસલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

આ ફિલ્ડમાં છે નિષ્ણાંત 

દિનેશ ત્રિપાઠી કોમ્યુનિકેશન્સ અને ઈલેક્ટ્રોનિક વોરફેર એક્સપર્ટ છે અને તેમણે સિગ્નલ કોમ્યુનિકેશન ઓફિસર અને ઈલેક્ટ્રોનિક વોરફેર ઓફિસર તરીકે એડવાન્સ્ડ નેવલ શિપ પર સેવા આપી છે. વાઈસ એડમિરલને નોંધપાત્ર અને પ્રશંસનીય કાર્ય માટે અતિ વિશિષ્ટ સેવા મેડલ અને નેવી મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

આ હોદ્દા પર પણ નિભાવી ફરજ

વાઈસ એડમિરલે INS વિનાશ, કિર્ચ અને ત્રિશુલને પણ કમાન્ડ કર્યા છે. તેમણે વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. દિનેશ ત્રિપાઠીને આ નવી જવાબદારી એવા સમયે મળી છે જ્યારે ચીન પણ ભારતના મેરીટાઇમ ઝોનમાં પોતાની ગતિવિધિઓ વધારી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાની સેનાની ચીન સાથેની મિલીભગત પણ ભારત માટે ચિંતાનો વિષય છે.

નૌસેનામાં હવે મહત્વની જવાબદારી

મહત્વનું છે કે આ પહેલા દિનેશ ત્રિપાઠીએ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં ફ્લૈગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનું પદ સંભાળ્યુ હતું. ખાસ વાત એ છે કે ત્રિપાઠી એવા સમયે આ પદ સંભાળી રહ્યા છે જ્યારે હુતી વિદ્રોહીઓની વધતી ગતિવિધિઓ વચ્ચે ભારતીય યુદ્ધ જહાજો સક્રિય છે. અત્યાર સુધીમાં ભારતીય યુદ્ધ જહાજોએ આવી 20 ઘટનાઓનો જવાબ આપ્યો છે. અહીં ચીન ભારતીય જળસીમામાં પણ ગતિવિધિઓ તેજ કરી રહ્યું છે અને તેની પાકિસ્તાન સાથેની મિલીભગત પણ ભારત માટે ચિંતાનો વિષય છે. કારણ કે ચીન પાસે પહેલેથી જ 350 થી વધુ યુદ્ધ જહાજો અને સબમરીન છે, તે ઝડપથી જહાજો બનાવી રહ્યું છે. આ સિવાય તે ઘણા દરિયાઈ લક્ષ્યો પણ શોધી રહ્યો છે, જેમાં જીબુટી, કરાચી અને ગ્વાદર જેવા સ્થળોનો સમાવેશ થાય છે.


  • Follow us on: