- નાણા મંત્રાલયે 10 હજાર ઈલેક્ટોરલ બોન્ડ છાપવાની આપી મંજૂરી
- સુપ્રીમ કોર્ટના નિર્ણયના 3 દિવસ પહેલા નાણા મંત્રાલયે આપી મંજૂરી
- SBIને ચૂંટણી બોન્ડની પ્રિન્ટિંગ તાત્કાલિક બંધ કરવાનો આપ્યો હતો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યાના 3 દિવસ પહેલા નાણા મંત્રાલયે 10,000 બોન્ડ છાપવાની મંજૂરી આપી હતી. મંત્રાલય દ્વારા SPMCILને રૂ. 1 કરોડના મૂલ્યના 10,000 ઈલેક્ટોરલ બોન્ડની પ્રિન્ટિંગ માટે અંતિમ મંજૂરી આપવામાં આવી હતી.
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુપ્રીમ કોર્ટના આદેશના બે અઠવાડિયા પછી 28 ફેબ્રુઆરીએ નાણા મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ચૂંટણી બોન્ડની પ્રિન્ટિંગ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 15 ફેબ્રુઆરી, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 10 હજાર બોન્ડની પ્રિન્ટિંગની મંજૂરી 12 ફેબ્રુઆરી 2024ના રોજ આપવામાં આવી હતી.













