અયાતુલ્લા ખામીનેઈના 28 ફેબ્રુઆરીએ તેહરાનમાં યુએસ-ઇઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં મોત થયુ હતુ. તેમના અંતિમ સંસ્કાર 9 જુલાઈએ મશહદમાં કરાશે.
કોણ રહેશે ઉપસ્થિત ?
ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામીનેઈના અંતિમ સંસ્કારમાં ભારતમાંથી કોણ હાજરી આપશે તે અંગેનો સસ્પેન્સ હવે સમાપ્ત થયો છે. ઈરાને આ ચાર દિવસીય રાજ્ય કાર્યક્રમ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. જોકે, પીએમ મોદીના ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના વિદેશ પ્રવાસો પહેલાથી જ નિર્ધારિત છે. જેના કારણે તેઓ હાજરી આપી શકશે નહીં. બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાને આ કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
અંતિમયાત્રા પાંચ દિવસ સુધી ચાલશે
ઈરાનમાં અયાતુલ્લા ખામીનેઈના માનમાં અંતિમયાત્રા 4 જુલાઈથી શરૂ થશે. જેમાં આ બંને નેતાઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 4 અને 5 જુલાઈએ તેહરાનના ઇમામ ખોમેની મોસાલા પ્રાર્થના હોલમાં શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે. ત્યારબાદ, 6 અને 7 જુલાઈએ તેહરાન અને ધાર્મિક શહેર કોમમાં અંતિમયાત્રા કાઢવામાં આવશે. અંતિમ સમારોહ 9 જુલાઈએ પવિત્ર શહેર મશહદમાં થશે. જ્યાં અયાતુલ્લા ખામીનેઈને શિયા મુસ્લિમોના આઠમા ઇમામ રેઝાના પવિત્ર દરગાહ સંકુલમાં દફનાવવામાં આવશે.
યુદ્ધને કારણે અંતિમયાત્રા હતી મુલતવી
અયાતુલ્લા ખામીનેઈના 28 ફેબ્રુઆરીએ તેહરાનમાં યુએસ અને ઇઝરાયલી હવાઈ હુમલામાં મૃત્યુ થયાના અહેવાલ છે. પ્રદેશમાં વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે તેમના અંતિમયાત્રામાં વિલંબ થયો હતો. હવે, લગભગ 116 દિવસ પછી, તેમના રાજ્ય અંતિમયાત્રા યોજાઈ રહ્યા છે. અયાતુલ્લા ખામીનેઈ લગભગ 36 વર્ષ સુધી ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે સેવા આપી હતી. 86 વર્ષની ઉંમરે તેમના અવસાનથી ઈરાનમાં સત્તાનું સંક્રમણ થયું અને માર્ચમાં તેમના પુત્ર, મોજતબા ખામેનીને દેશના નવા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરાયા હતા.
ભારત-ઈરાન સંબંધો માટે એક મહત્વપૂર્ણ મુલાકાત
અયાતુલ્લા ખામીનેઈના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ એવા સમયે થયું છે જ્યારે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે ઊર્જા, વેપાર અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર લાંબા સમયથી સહયોગ છે. લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત સૈયદ અતા હસનૈનનું નામ પણ ખાસ મહત્વ ધરાવે છે. કારણ કે તેઓ સૈન્યમાં મહત્વપૂર્ણ હોદ્દા પર હતા અને હાલમાં બિહારના રાજ્યપાલ છે. દરમિયાન, પાબિત્રા માર્ગેરિતા વિદેશ મંત્રાલયમાં રાજ્યમંત્રી છે અને ભારતની રાજદ્વારી પ્રવૃત્તિઓમાં સામેલ છે.
આ પણ વાંચોઃ મંગેતર સિયા માટે કેતન હતો ATM મશીન!, ચેતનને શા માટે આપ્યા હતા 1 કરોડ રૂપિયા?













