બિહાર ચૂંટણીના પરીણામ પર આજે સૌ કોઇની નજર રહેશે, મતગણતરી પર સૌ કોઇની નજર છે. આજે કોના માથા પર તાજ સજશે કોને સત્તા પર આવવાનું સૌભાગ્ય મળશે સૌ કોઇની તેના પર નજર છે. તમામ પાર્ટીઓ આજે એક અલગ મૂડમાં છે. કોઇને જીત તો કોઇને હારનો સ્વાદ ચાખવાનો નક્કી જ છે. પાર્ટીઓ તરફથી હાલ તો સમર્થકો માટે મહાભોજ એટલે કે મહા પ્રસાદની તૈયારીઓ થઇ રહી છે,
અનંત સિંહના આવાસ પર 56 ભોગની તૈયારી, મહાભોજ તૈયાર કરવામાં આવ્યો
બિહારના મોખામામાં આ વખતે બાહુબલી ઉમેદવારોની જંગ છે. જેડીયુમાંથી અનંત સિંહ મેદાનમાં છે અને આરજેડીમાંથી વીણા સિંહ. બંને બાહુબલી, પરંતુ અનંત સિંહ પોતાની જીત અંગે એટલા આશ્વસ્ત છે કે તેમના નિવાસસ્થાને મહાભોજની તૈયારી શરૂ થઈ ગઈ છે. તેમના ઘરે થી ઉઠતી મીઠી સુગંધ સૂચના આપે છે કે કંઈક ખાસ બનતું રહ્યું છે.
અનંત સિંહના ઘરે 10 હજાર લિટર દૂધ પહોંચ્યું છે
હકીકતમાં, અનંત સિંહના ઘરે 10 હજાર લિટર દૂધ પહોંચ્યું છે. 48 હલવાઈ કારગરો વિવિધ પ્રકારની મીઠાઈ બનાવવામાં વ્યસ્ત છે. માત્ર ગુલાબ જાંબુના જ 2 લાખ પીસ બનાવાઈ રહ્યા છે. ઓછામાં ઓછા 50 હજાર લોકો માટે મહાભોજની તૈયારી ચાલી રહી છે.
બીજેપી ખેમામાં લાડુ વહેંચવાની તૈયારી
પોતાની જીતને લઈને બીજેપી કાર્યકરો પણ વિશ્વાસપૂર્વક તૈયાર છે. મીઠાઈઓની ભરમાર બીજેપી ખેમામાં પણ છે. જીતનો જશ્ન મનાવવા અને મોં મીઠું કરવા માટે 500 કિલો લાડુઓનો ઓર્ડર અપાયો છે. બિહારમાં મનેરના લાડુ માત્ર સ્વાદ માટે જ નહીં, પરંતુ તેમની ખાસ બનાવટ માટે પણ જાણીતાં છે. કાજુ, કિશમિશ, તરબૂચના બીજ અને ચણાના બેસનથી બનેલી સુગંધિત બૂંદીને ચાસણીમાં ભીંજવી તૈયાર થતા આ મનેરના લાડુ મોંમાં મૂકતાં જ ઓગળી જાય એવો સ્વાદ આપે છે.