દેશ નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો હોવાનું પીએમ મોદીએ સંસદમાં જણાવ્યુ હતુ.

દેશ માટે નવી દિશા આપવાનો સમયઃ પીએમ મોદી

ત્રણેય બિલ પર પીએમ મોદીનું સંસદમાં સંબોધન, વિકસિત ભારતમાં 'સૌનો સાથ અને સૌનો વિકાસ' એ જ અમારુ સૂત્ર છે. વિપક્ષને સલાહ આપતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, બિલનું સમર્થન કરશો તો રાજનૈતિક નુકસાન નહી થાય. 21મી સદીમાં ભારત દેશની ચર્ચા વૈશ્વિક સ્તર પર કરાઇ રહી છે. મહિલાઓના નેતૃત્ત્વને જોતા તેમને નિર્ણય લેવા માટેની પ્રક્રિયામાં સામેલ કરવા અને આગામી સ્થાન આપવું જરુરી બન્યુ છે.

મહિલાઓ લીડરશીપ લઇ રહી છેઃ પીએમ મોદી

મહિલાઓ પંચાયતમાંથી સદન સુધી પહોંચી રહી છે. છેલ્લા 25 વર્ષમાં મહિલાઓની સ્થિતિ અને શૈક્ષણિક સ્તર સુધર્યુ છે. દેશની મહિલાઓ દરેક સ્થળે અને દરેક ક્ષેત્રે યોગ્ય પ્રદર્શન કરી રહી છે. અને પ્રામાણિક કામકાજ દર્શાવી રહી હોવાનું પીએમ મોદીએ સદનમાં જણાવ્યુ હતુ. વિપક્ષ પર વાર કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આ સમયે જ મહિલા આરક્ષણ બિલનો વિરોધ કરવામાં આવ્યો તો મોટું નુકસાન થશે.

નારી શક્તિ એ દેશનું ગૌરવ: પીએમ મોદી

લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પર સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, તેમનું દાયિત્ત્વ સૌને સાથે રાખીને ચાલવનું છે. સમયની માગ છે કે, આરક્ષણમાં કોઇ મોડુ થવુ જોઇએ નહી. ભાજપ ટુકડાઓમાં વિચારતી નથી અને કોઇ કામ ટુકડાઓમાં કરતી નથી. જો આ બિલ આવે છે તો કોઇ રાજ્યમાં ભેદભાવ નહી થાય. અને કોઇને પણ નુકસાન થશે નહી. પીએમ મોદીએ વધુમાં કહ્યુ હતુ કે, આ બિલને રાજકીય રંગ આપવામાં ન આવે. મહિલા આરક્ષણ એ રાષ્ટ્રહિતનો નિર્ણય હોવાનું પણ પીએમ મોદીએ જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ વિશ્વના માત્ર 16 દેશમાં મહિલા રાષ્ટ્રાધ્યક્ષ, ગ્લોબલ પોલિટિક્સમાં મહિલાઓની કેટલી ભાગીદારી?, જાણો