જાપાનના પીએમ સના તાકાઈચીનો ગુવાહાટીનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું નિરક્ષણ સીએમ જાતે કરી રહ્યા હતા.
પ્રવાસ રદ્દનું કારણ જાણી શકાયુ નથી
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આસામ સરકારને જાપાનના પીએમની આસામ મુલાકાત રદ કરવાનું ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. અમે જાપાનના પીએમને પ્રવાસ રદ કરવાનું કારણ પૂછી પણ શકતા નથી. જ્યારે હું દિલ્હી જઈશ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને મળીશ ત્યારે જ અમને આ વિશે ખબર પડશે. પીએમના ભવ્ય સ્વાગત માટે ગુવાહાટીમાં વ્યાપક તૈયારીઓ ચાલી રહી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પોતે આ તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા. પરંતુ પ્રવાસ રદ્દ થતા રાજ્ય સરકારને મોટો ઝટકો લાગ્યો છે.
Also Read
વિદેશ સચિવે શું કહ્યુ ?
મુખ્યમંત્રી સરમાએ વધુમાં કહ્યુ હતુ કે, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ રાજ્ય સરકારને સમયપત્રકમાં ફેરફારની જાણ કરી હતી. મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આસામ સરકારના મુખ્ય સચિવને જાણ કરી હતી કે કેટલાક કારણોસર, જાપાની વડા પ્રધાનની આસામની મુલાકાત મુલતવી રાખવામાં આવી છે અને તેમની મુલાકાત હવે ફક્ત નવી દિલ્હી સુધી મર્યાદિત રહેશે.
રદ કરવાનું કારણ પૂછી શકાતું નથી: સરમા
વિદેશ સચિવે જણાવ્યું હતું કે, જાપાની અધિકારીઓએ સંકેત આપ્યો છે કે, ભવિષ્યમાં જાપાની વેપારી પ્રતિનિધિઓની આસામની મુલાકાત માટે અલગ તારીખ નક્કી કરવામાં આવશે. પરંતુ મુખ્યમંત્રી શર્માએ એમ પણ કહ્યું હતું કે, આસામ સરકારને પીએમની આસામની મુલાકાત રદ કરવાનું ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. અમે જાપાની વડાપ્રધાનને પ્રવાસ રદ કરવાનું કારણ પૂછી શકતા નથી. જ્યારે હું દિલ્હી જઈશ અને વિદેશ પ્રધાન એસ. જયશંકરને મળીશ ત્યારે જ અમને તે વિશે ખબર પડશે.
પીએમના વ્યસ્ત સમયપત્રક
જાપાની વડા પ્રધાનના વ્યસ્ત સમયપત્રક અને લોજિસ્ટિકલ સમસ્યાઓને કારણે આસામમાં યોજાનારી આગામી વાર્ષિક ભારત-જાપાન સમિટ મુલતવી રાખવામાં આવી છે. સમિટ હવે નવી દિલ્હીમાં યોજાશે. પીએમ તાકાચી આવતા મહિને 1 થી 3 જુલાઈ સુધી ભારતની મુલાકાતે આવશે. વડાપ્રધાન બન્યા પછી તાકાચીની આ પહેલી ભારત મુલાકાત છે. ભારતીય પક્ષે ઉત્તરપૂર્વ ભારત સાથે જાપાનના સંબંધોને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનું સંકલન કરવા માટે ગુવાહાટીમાં શિખર સંમેલન યોજવા માટે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે જાપાની સંસદના ચાલુ સત્ર સહિતની ઘરેલુ જવાબદારીઓને ધ્યાનમાં રાખીને, પીએમ તાકાચી ભારતમાં તેમના આયોજિત આગમન અને પ્રસ્થાન વચ્ચે વ્યસ્ત સમયપત્રક ધરાવે છે.
જાપાની પીએમની મુલાકાત બીજી વખત મુલતવી
આ પહેલીવાર નથી જ્યારે જાપાની પીએમની આસામની આયોજિત મુલાકાત રદ કરવામાં આવી હોય. અગાઉ, CAA વિરોધી વિરોધને કારણે વડા પ્રધાન તરીકે શિન્ઝો આબેની ભારતની મુલાકાત રદ કરવામાં આવી હતી. જાપાની પીએમની મુલાકાત રદ થવાની સ્થિતિમાં ગુવાહાટીમાં ચાલી રહેલા બ્યુટિફિકેશન અભિયાન અંગે, મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું હતું કેસ શહેરમાં નિયમિત કાર્ય ચાલુ રહેશે. જોકે અમલમાં મુકવામાં આવેલા ખાસ પગલાં સ્થગિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ શિપ રિસાયકલિંગમાં દુનિયામાં નંબર-1 બન્યું ભારત, ગુજરાતના અલંગ યાર્ડનો સિંહફાળો!













