કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન હાલ બિહાર વિધાનસભા ચૂંટણી મામલે જોશમાં જોવા મળી રહ્યા છે. તેઓ બિહાર સાથે જાડાયેલા તમામ મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપે છે. હાલમાં તેઓ બિહાર સીએમ નીતીશ કુમાર પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, બિહારમાં ગુંડારાજ વધતો જઇ રહ્યો છે. જેના પર નીતીશ કુમારે કહ્યુ હતુ કે, ચિરાગ પાસવાન મીડિયાના બદલે કેન્દ્રીય બેઠકમાં મુદ્દા ઉઠાવે.


આરોપ-પ્રતિઆરોપનો દૌર

બિહારમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. તેવામાં લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નિવેદન આપીને તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. ચિરગ પાસવાને જણાવ્યુ હતુ કે, બિહારમાં ગુનાઓનુ પ્રમાણ વધ્યુ છે. પાસવાને વધુમાં કહ્યુ હતુ કે, તેમને દુઃખ છે કે, તેઓએ આવી સરકારનું સમર્થન કરી રહ્યા છે. આ નિવેદન બાદ તેઓ રાજનૈતિક હલચલ વધી ગઇ છે. સૌ કોઇ આ મુદ્દે ચર્ચા કરી રહ્યુ છે. હવે આ મામલે પ્રતિક્રિયાઓનો દૌર શરુ થયો છે. જેડીયુ ધારાસભ્ય નીરદજ કુમારે જણાવ્યુ છે કે, દુઃખી વ્યક્તિ વધુ કામ ન કરી શકે. ચિરાગ પાસવાન મીડિયાના બદલે કેન્દ્રીય બેઠકમાં મુદ્દા ઉઠાવે. તો સાથે જ કહ્યુ હતુ કે, ચિરાગ પાસવાન પીએમ મોદી અને અમિત શાહના નજીકના વ્યક્તિ છે. તો કેમ કોઇ ટીમ બિહાર નથી મોકલી રહ્યા.

ગુનાખોરીનો ગ્રાફ વધ્યોઃ ચિરાગ પાસવાન

કૉંગ્રેસ નેતા સુખદેવ ભગતે જણાવ્યુ હતુ કે, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને હમણા આ વાતનો અહેસાસ થયો છે. અમે સતત આ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા. કે બિહારમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે. SIR મુદ્દે પણ ઘણો હોબાળો થયો છે. તેમાં પણ ઘણી ખામીઓ છે. બિહારના લોકો સાથે અન્યાય થયો છે. ચિરાગ પાસવાનને મોડીથી પણ અનુભવ થયો એ મોટી વાત છે. ચિરાગ પાસવાને અગાઉ પણ જણાવ્યુ હતુ કે, બિહારમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. તંત્ર પણ ગુનેગારો સામે માથુ ઝૂકાવી રહ્યુ છે. 

  • Follow us on: