પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં, અમે હવે તેમને અડગ સમર્થન આપીશું તેમ પણ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યુ હતુ.
'AAPના બે તૃતીયાંશ સાંસદ અમારી સાથે'
રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટ લોકોના હાથમાં છે. તેથી, હું AAPથી દૂર જઈ રહ્યો છું અને લોકોની વચ્ચે છું. અમે અહીં અમારી કારકિર્દી બનાવવા માટે નહીં, પરંતુ અમારી કારકિર્દી પાછળ છોડીને આવ્યા છીએ. રાઘવે વધુમાં કહ્યું હતુ કે, મેં મારી જાતને પાર્ટી પ્રવૃત્તિઓથી દૂર કરી દીધી કારણ કે, મારી પાસે બે વિકલ્પો હતા. કાં તો રાજકારણ છોડી દો અથવા મારો પોતાનો રસ્તો બનાવો. AAP જેને મેં મારા લોહી અને પરસેવાથી ઉછેરૂ હતી.
આમ આદમી પાર્ટી માટે રાજકીય સંકટ
પોતાના ભૂતપૂર્વ પક્ષ પર સીધો નિશાન સાધતા ચઢ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટી હવે તેના મૂળ સિદ્ધાંતોથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. ચઢ્ઢાએ દાવો કર્યો કે હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમજીત સહાની અને રાજેન્દ્ર ગુપ્તાએ પણ તેમની સાથે પાર્ટી છોડી દીધી છે. ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "હું ખોટા પક્ષમાં ફસાયેલો સાચો માણસ હતો. છેલ્લા 12 વર્ષોમાં, પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે એવા બોલ્ડ નિર્ણયો લીધા છે જે અન્ય પક્ષો લેવાથી ડરતા હતા. દેશના લોકોએ આ નેતૃત્વમાં એક વાર નહીં, પરંતુ ત્રણ વાર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
AAP ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટી
AAP પર આકરા પ્રહારો કરતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાના સંકલ્પ સાથે સ્થાપિત પાર્ટી હવે ભ્રષ્ટ અને સમાધાનકારી વ્યક્તિઓના હાથમાં છે. તેઓ ભાવુક થઈ ગયા, તેમણે કહ્યું કે તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની કારકિર્દી છોડીને પાર્ટીના સ્થાપક સભ્ય બન્યા હતા. ચઢ્ઢાના મતે, કટ્ટર દેશભક્તો અને રાષ્ટ્રની સેવા કરવા આવેલા લોકો હવે દુઃખમાં એક પછી એક AAP છોડી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગરમી આવતાની સાથે બેચેન થયુ પાકિસ્તાન, પાણી માટે કરી રહ્યુ છે માગ
