પાકિસ્તાને સિંધુ જળ સંધિનો વિવાદ ખત્મ કરવા માટે UNSCમાં અપીલ કરી છે.

પાકિસ્તાનની કફોડી હાલત

ભારતે 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. તેને એક વર્ષનો સમય થઇ ચુક્યો છે. બાદમાં આ બન્ને દેશ વચ્ચે કોઇ કરાર થયા ન હતા. હવે પાડોશી દેશ વધતી ગરમીના કારણે અકળાઇ રહ્યુ છે. તે સતત પાણી મેળવવા માટે આજીજી કરી રહ્યુ છે. પરંતુ ભારત તરફથી કોઇ કરાર કરવામાં આવ્યા નથી. પાકિસ્તાને કહ્યુ હતુ કે, ભારત તરફથી સંધિને સ્થગિત કરવી એ શાંતિ, સુરક્ષા અને માનવીય સ્થિતિ માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.

સિંધુ જળ માટે તરસ્યુ પાકિસ્તાન

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ આસિમ ઇફ્તિખાર અહમદે આ મુદ્દાને ઔપચારિકરુપથી ઉઠાવ્યો છે. તેઓએ પાકિસ્તાનના ઉપ-પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઇશાક ડારનો પક્ષ સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષ જમાલ ફારેસ અલરોવાઇને સોંપ્યો હતો. આ પત્રમાં પાકિસ્તાને અપીલ કરી હતી કે, સુરક્ષા પરિષદ ભારત પર દબાણ બનાવે કે જેથી સિંધુ જળ સંધિ મામલે સહયોગ ફરી શરુ કરવામાં આવે.

પાકિસ્તાન માટે કેમ જરુરી છે સિંધુ નદી ?

સિંધુ જળ સંધિ ફક્ત પાકિસ્તાન માટે એક કરાર નથી, પરંતુ તેના અર્થતંત્રની કરોડરજ્જુ છે. પાકિસ્તાનને સિંધુ, ઝેલમ અને ચિનાબ જેવી નદીઓમાંથી મુખ્ય પાણી મળે છે. દેશની ખેતી અને સિંચાઈ આ નદીઓ પર નિર્ભર છે. વીજળી ઉત્પાદન અને પીવાનું પાણી પણ તેમના પર નિર્ભર છે. જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ પાણીની માંગ અને અછત બંને વધે છે. આ પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા બની ગઈ છે. આ સંધિ હેઠળ, પાકિસ્તાનને પહેલા જોઈએ તેના કરતા વધુ પાણી મળતું હતું. જો કે, પહેલગામ હુમલા પછી, ભારત કડક બન્યું છે અને આ પુરવઠા પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પના 'નરક'વાળા નિવેદન પર ભારતીયોએ દર્શાવ્યો રોષ, આપ્યો જડબાતોડ જવાબ

  • Follow us on: