કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ ત્રણેય નેતાઓ સાથે ચર્ચા કરશે. જોકે, કોઈપણ નેતા બેઠકની વિગતો પર ચર્ચા કરવા તૈયાર નથી.
ડીકે શિવકુમાર હસતાં હસતાં રવાના
ડીકે શિવકુમાર તેમના ઘરેથી ઇન્દિરા ભવન જવા માટે નીકળી રહ્યા હતા. ત્યારે પત્રકારોએ તેમને બેઠક વિશે પ્રશ્નો પૂછ્યા હતા. ડીકે શિવકુમારે કોઈ જવાબ આપ્યો નહીં. જોકે, જ્યારે પત્રકારોએ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન અંગે વારંવાર પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે ડીકે શિવકુમાર લાંબા સમય સુધી હસ્યા અને પછી તેમની કારમાં બેસીને ઇન્દિરા ભવન જવા રવાના થયા હતા. કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. એચ.ડી. રંગનાથ કહે છે કે, જ્યાં સખત મહેનત હોય છે, ત્યાં ઇતિહાસ રચાય છે. જ્યાં શ્રદ્ધા હોય છે, ત્યાં ચમત્કારો થાય છે.
મુખ્યમંત્રી પદ માટે બે મજબૂત દાવેદાર
2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી પછી, કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડી.કે. શિવકુમારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. તે સમયે શિવકુમારે પણ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો હતો. કોંગ્રેસ હાઇકમાન્ડે બંને નેતાઓ વચ્ચે સમાધાન કરાવ્યું હતું, તેમને અઢી વર્ષનું વચન આપ્યું હતું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા પછી, શિવકુમારના સમર્થકોએ તેમની મુખ્યમંત્રી તરીકે નિમણૂકની માંગ શરૂ કરી હતી.
કોણ ભજવશે મુખ્ય ભૂમિકા ?
ડી.કે. શિવકુમાર ઉપરાંત, કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરને પણ મુખ્યમંત્રી પદ માટે દાવેદાર માનવામાં આવે છે. પરમેશ્વર અનુસૂચિત જાતિ શ્રેણીના છે અને જો ચૂંટાશે તો તેઓ કર્ણાટકના પ્રથમ અનુસૂચિત જાતિના મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસ નેતૃત્વએ પરમેશ્વરને દિલ્હીમાં એક બેઠક માટે આમંત્રણ પણ આપ્યું છે. કર્ણાટકના રહેવાસી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ કર્ણાટકના મુખ્યમંત્રીની પસંદગીમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
આ પણ વાંચોઃ પન્નામાં નિર્માણાધીન કૂવો ધસતાં 5 શ્રમિકો દટાયા, 1 મૃતદેહ બહાર કઢાયો
