તમિલનાડુની રાજનીતિમાં મોટો રાજકીય વળાંક આવ્યો છે. અભિનેતા અને TVKને પ્રમુખ વિજય માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ હવે સંપૂર્ણ રીતે સાફ થઈ ગયો છે. VCK અને IUMLએ તેમની પાર્ટી TVKને બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી છે. બંને પક્ષોના 2-2 ધારાસભ્યોના સમર્થન સાથે હવે વિજય પાસે કુલ 120 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોની જરૂર છે.


રાજ્યપાલે TVKને સરકાર રચવા માટે મંજૂરી આપી

શનિવારે સાંજે વિજયે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળીને 120 ધારાસભ્યોના સમર્થનપત્ર સોંપ્યા હતા. ત્યારબાદ રાજ્યપાલે TVKને સરકાર રચવા માટે મંજૂરી આપી દીધી છે. ચાર દિવસથી ચાલતી રાજકીય અનિશ્ચિતતાનો હવે અંત આવ્યો છે. નવી સરકારનું શપથ ગ્રહણ રવિવારે સવારે 10 વાગ્યે થશે. મળતી માહિતી મુજબ વિજય શપથ ગ્રહણનો સમય બદલાવવા ઈચ્છતા હતા, પરંતુ તેમના જ્યોતિષીએ સવારે 10 વાગ્યાનો સમય શુભ ગણાવ્યો હતો.

TVKને બે પાર્ટીએ આપ્યું સમર્થન

આ ચૂંટણીમાં માત્ર બે વર્ષ જૂની TVKએ દ્રવિડ રાજનીતિની દિગ્ગજ પાર્ટીઓ DMK અને AIADMKને પાછળ છોડીને 108 બેઠકો જીતી હતી અને સૌથી મોટી પાર્ટી બની હતી. TVKને હવે કોંગ્રેસના 5, વામદળોના 4 અને VCK-IUMLના 2-2 ધારાસભ્યોનું સમર્થન મળતા બહુમતીનો આંકડો પાર થઈ ગયો છે. 

આ પણ વાંચો : Delhi હાઈએલર્ટ પર, આતંકી હુમલાની આશંકાને પગલે રાજધાનીની સુરક્ષામાં કરાયો વધારો


  • Follow us on: