મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં EDએ અભિષેક બેનર્જીને 15 જૂને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યુ છે.

EDની કાર્યવાહીથી ચર્ચા શરુ

અધિકારીઓએ જણાવ્યું હતું કે અભિષેક બેનર્જીને 15 જૂને તપાસમાં જોડાવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. તે દિવસે, તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર થશે અને પ્રશ્નોના જવાબ આપશે. આ સમગ્ર મામલો પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં કથિત અનિયમિતતાઓ અને ગેરકાયદેસર વ્યવહારો સાથે સંબંધિત છે. EDની કાર્યવાહીથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

https://twitter.com/ANI/status/2062141871179309556 

અભિષેક તપાસ એજન્સીઓના રડાર પર

અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા છે અને લાંબા સમયથી કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડાર પર છે. આ નવી કાર્યવાહીથી બંગાળના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. હાલમાં, આ બાબત અંગે કોઈ વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે, સમન્સ મળ્યા બાદ, બધાની નજર હવે અભિષેક બેનર્જીના આગામી પગલાં પર છે. આ નવી નોટિસ પર ટીએમસી નેતૃત્વ અને અભિષેક બેનર્જી પોતે શું વલણ અપનાવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચોઃ કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલામાં એક ભારતીયનું મોત, 60થી વધુ ઘાયલ