આ સત્રમાં કેન્દ્ર સરકારને લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડવા માટે લઘુત્તમ વયમર્યાદા વર્તમાન 25થી ઘટાડીને 21 વર્ષ કરવાનો આગ્રહ કરાશે.

ચૂંટણી લડવા વયમર્યાદા બદલવા આગ્રહ 

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં વિધાનસભાનું ખાસ સત્ર બોલાવશે. સીએમ રેડ્ડીએ કહ્યું હતુ કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં અમે વિધાનસભા પરિષદનું ખાસ સત્ર બોલાવીશું અને ધારાસભ્ય અથવા સાંસદ તરીકે ચૂંટણી લડવા માટે લઘુત્તમ વયમર્યાદા 21 વર્ષ કરવાનો ઠરાવ પસાર કરીશું. અમે આ ઠરાવ કેન્દ્ર સરકારને મોકલીશું.

વિવિધ દેશના ઉદાહરણ અપાયા 

તેમણે કહ્યું કે, Gen-Zનું સંસદમાં 1% કરતા ઓછું પ્રતિનિધિત્વ છે. તેમણે કહ્યું કે વસ્તીના લગભગ 30% જેટલી પેઢીને આપણા વિધાનસભાઓમાં વધુ પ્રતિનિધિત્વ આપવું જોઈએ. તેમણે કહ્યું કે જો યુવા Gen-Z સભ્યો શિક્ષણ મંત્રી અને આઈટી મંત્રી બને છે. તો દેશનો વિકાસ થશે. તેમણે 21 વર્ષના યુવાનોને ધારાસભ્ય અને સાંસદ તરીકે ચૂંટણી લડવાની મંજૂરી આપવા માટે બંધારણમાં સુધારો કરવાનું સૂચન કર્યું હતુ. તેમણે જર્મની, ગ્રેટ બ્રિટન અને સિંગાપોરના ઉદાહરણો આપ્યા હતા. જ્યાં 18-21 વર્ષની વયના યુવાનો રાજ્યના વડા, વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ બની શકે છે. રેવંત રેડ્ડીએ પૂછ્યું કે ભારત આ માર્ગ કેમ અનુસરી શકતું નથી.

નવી ક્રાંતિનો સમય 

Gen-Z આંદોલન વિવિધ દેશોમાં જોવા મળી રહ્યા છે. જેને લઇને આ નવા સમયની નવી ક્રાંતિ હોવાનું પ્રકાશમાં આવી રહ્યુ છે. આ ક્રાંતિના માધ્યમથી વિવિધ દેશોની સરકાર પર દબાણ આવવાનું પણ જોવા મળ્યુ છે. 

આ પણ વાંચોઃ ક્લાઈમેટ ચેન્જ અને અર્બન ફ્લડ, વરસાદની બદલાતી પેટર્ન શહેરો માટે કેટલી જોખમી?