ત્યારબાદ તેમને એક બેઠક ખાલી કરવી પડી હતી. તેમણે નંદીગ્રામ બેઠક છોડી દીધી છે અને ભવાનીપુરના ધારાસભ્ય રહેશે.

કઇ બેઠક છોડી ?

સીએમ સુવેન્દુ અધિકારીએ વિધાનસભામાં ભવાનીપુરના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. તેમણે આ બેઠક પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા હતા. બંને બેઠકો જીત્યા બાદ, સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે, તેઓ 10 દિવસમાં એક બેઠક છોડી દેશે. જોકે, તેમણે કહ્યું હતું કે પાર્ટી નક્કી કરશે કે તેઓ કઈ બેઠક રાખશે. તેમનો પોતાનો અભિપ્રાય ચોક્કસ હશે, જે તેઓ નેતૃત્વ સમક્ષ રજૂ કરશે.

કેટલા મતોથી જીત મેળવી?

નંદીગ્રામ બેઠક પર સુવેન્દુ અધિકારીએ ટીએમસીના પવિત્રા કરને હરાવ્યા હતા. ભાજપના ઉમેદવાર અધિકારીને દોઢ લાખ જેટલા મત મળ્યા હતા. જ્યારે ટીએમસીના ઉમેદવાર પવિત્રા કરને સવા લાખ મત મળ્યા હતા. સીપીઆઈના શાંતિ ગોપાલ ગિરી લગભગ ત્રણ હજાર મત સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર શેખ જરીતુલ હુસૈન માત્ર 794 મતો સાથે પાંચમા ક્રમે રહ્યા હતા.

ભવાનીપુરમાં કેટલા મત મળ્યા?

2021ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને હરાવ્યા. રાજ્યમાં તેમની પાર્ટીએ બહુમતી મેળવી હતી, પરંતુ તેઓ પોતે ચૂંટણી હારી ગયા. આ પછી, ભવાનીપુર બેઠક ખાલી થઈ ગઈ, અને મમતા બેનર્જીએ ચૂંટણી જીતી અને ધારાસભ્ય બન્યા. ૨૦૨૬માં, સુવેન્દુ અધિકારીએ ફરી એકવાર ચૂંટણીમાં મમતા બેનર્જીને હરાવ્યા. આ ચૂંટણીમાં સુવેન્દુને 73,917 મત મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીને 58,812 મત મળ્યા હતા. સુવેન્દુએ ભવાનીપુરમાં મમતાને 15,105 મતોથી હરાવ્યા હતા.

નંદીગ્રામ બેઠક કેટલી મહત્વની?

બંગાળમાં નંદીગ્રામ બેઠક મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે, પરંતુ છેલ્લી ચૂંટણી હાર્યા પછી, મમતા આ બેઠક પર પાછા ફર્યા નથી. સુવેન્દુ અધિકારી પણ આ બેઠકને પોતાનો ગઢ માને છે. તે તેમની રાજકીય કારકિર્દીનું કેન્દ્ર રહ્યું છે. 2007 માં, તેમણે જમીન સંપાદન કાયદા સામે આંદોલનનું નેતૃત્વ કર્યું.

આ પણ વાંચોઃ  ચોમાસા પહેલા કૃષિ વૈજ્ઞાનિકોની ખેડૂતોને સલાહ, જમીનની શક્તિ વધારવા ખેતરોમાં ઊંડે સુધી કરો ખેડાણ