પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ વખતે મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. બીજા તબક્કામાં 91.41 ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સાંજે 6 વાગ્યા સુધી કુલ 91.41 ટકા જેટલું જોરદાર મતદાન નોંધાયું છે.



કયા જિલ્લામાં કેટલું મતદાન?

આ આંકડો દર્શાવે છે કે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રથમ તબક્કામાં પણ રેકોર્ડ 91.78 ટકા મતદાન થયું હતું, જેના કારણે સમગ્ર રાજ્યમાં ચૂંટણી લડાઈ વધુ તીવ્ર બની છે. જિલ્લાવાર આંકડાઓ મુજબ પૂર્વ બર્ધમાન જિલ્લામાં સૌથી વધુ 92.46 ટકા મતદાન નોંધાયું છે. ત્યારબાદ હોગલી જિલ્લામાં 90.34 ટકા, નદિયા જિલ્લામાં 90.28 ટકા અને હાવડા જિલ્લામાં 89.44 ટકા મતદાન થયું છે. આ વિસ્તારોમાં મતદાતાઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. ઉત્તર 24 પરગના અને દક્ષિણ 24 પરગના બંને જિલ્લાઓમાં પણ ભારે મતદાન નોંધાયું છે, જેના કારણે ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે. સતત ઊંચા મતદાનના આંકડા રાજકીય પક્ષો માટે મહત્વપૂર્ણ સંકેતો આપી રહ્યા છે.

એક્ઝિટ પોલના આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપની થશે એન્ટ્રી

P-MARQના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપને 150-175 સીટ તો ટીએમસીને 118-138 સીટ મળવાની સંભાવના છે. આ વખતે બંગાળમાં સરકાર બદલાવવાની પુરેપુરી શક્યતાઓ છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના સુપડા સાફ થતાં જોવા મળી રહ્યા છે. મેટ્રરિઝના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપને 146-161, ટીએમસીને 125-140 સીટ મળવાની શક્યતા છે. Peoples Pulseના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 95-110 અને ટીએમસીને 177-187 સીટ મળવાની આશા છે.

આ પણ વાંચો : Exit Poll Results 2026 : 5 રાજ્યમાં કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના આંકડા



  • Follow us on: