પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તૃણમૂલ કોંગ્રેસ એ મતગણતરી પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ચૂંટણી પંચના એ નિર્ણય સામે TMC એ વાંધો ઉઠાવ્યો છે જેમાં મતગણતરી કેન્દ્રો પર માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અથવા PSU (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ) ના કર્મચારીઓને જ કાઉન્ટિંગ સુપરવાઈઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે
હાઈકોર્ટના ચુકાદાને પડકારાયો
આ પૂર્વે કલકત્તા હાઈકોર્ટે 30 એપ્રિલના રોજ TMC ની અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે, કાઉન્ટિંગ સ્ટાફમાં કોની નિમણૂક કરવી તે ચૂંટણી પંચનો વિશેષાધિકાર છે અને તેમાં કોઈ ગેરરીતિ દેખાતી નથી. હાઈકોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે પારદર્શિતા જાળવવા માટે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. આ આદેશ વિરુદ્ધ હવે TMC એ સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.
