પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન મળેલી ગેરરીતિની ફરિયાદોને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે એ મોટો નિર્ણય લીધો છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના બે મુખ્ય વિધાનસભા વિસ્તારોના 15 મતદાન મથકો પર આગામી 2 મે ના રોજ ફરીથી મતદાન કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મગરાહાટ અને ડાયમંડ હાર્બરમાં ફરી મતદાન

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દક્ષિણ 24 પરગણા જિલ્લાના મગરાહાટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના 11 બૂથો પર ફરીથી મતદાન થશે. આ ઉપરાંત, ડાયમંડ હાર્બર વિધાનસભા મતવિસ્તારના 4 બૂથો પર પણ વ્યાપક ફરિયાદો અને સ્કૃતિની બાદ ફરી વોટિંગ કરાવવાનો નિર્ણય લેવાયો છે. ચૂંટણીની પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવી રાખવા માટે પંચે આ કડક વલણ અપનાવ્યું છે.

ફાલ્ટા બેઠક પર હજુ પણ જોખમ

15 બૂથ પર રિ-પોલિંગની જાહેરાતની સાથે જ ચૂંટણી પંચની નજર અન્ય વિસ્તારો પર પણ છે. ખાસ કરીને 144-ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં મળેલી ફરિયાદો અંગે જિલ્લા સ્તરેથી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ફાલ્ટાનો રિપોર્ટ આવ્યા બાદ ત્યાં પણ વધારાના બૂથો પર ફરી મતદાન થશે કે કેમ તે અંગે સ્થિતિ સ્પષ્ટ થશે. હાલમાં ચૂંટણી પંચની ટીમો સતત ફરિયાદોની સમીક્ષા કરી રહી છે.


આ પણ વાંચો----     West Bengal : કોલકત્તામાં EVM સ્ટ્રોંગ રૂમની બહાર હંગામો, ધરણાં પર બેઠા TMCના નેતાઓ