તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ઉભી થયેલી મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે પાર્ટીની સાંસદ મહુઆ મોઈત્રા સામે બળવાખોર બનેલા 20 સાંસદોએ કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ મહુઆ મોઈત્રાએ બળવાખોર સાંસદો અંગે કરેલા '40 કરોડ રૂપિયામાં વેચાઈ ગયા' જેવા નિવેદનને લઈને તેઓ માનહાનિનો કેસ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છે.


MC છોડનારા સાંસદોને 4 કરોડ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા

મહુઆ મોઈત્રાએ આરોપ લગાવ્યો હતો કે TMC છોડનારા સાંસદોને 4 કરોડ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા અને બાકીની 36 કરોડ રકમ આગામી 36 મહિનામાં દર મહિને 1 કરોડ રૂપિયાના હપ્તા તરીકે આપવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે 'સાંસદો 40-40 કરોડ રૂપિયામાં વેચાઈ ગયા છે.” આ નિવેદન બાદ બળવાખોર સાંસદોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

સંજય રાઉતે શું કહ્યું?

આ વિવાદ ત્યારે વધુ ગરમાયો જ્યારે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના સાંસદોને પક્ષ બદલવા માટે 15 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે. તેના જવાબમાં મહુઆએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્યંગાત્મક રીતે લખ્યું હતું કે તેમને તો 4 કરોડ રૂપિયા એડવાન્સ અને આગામી 36 મહિનામાં દર મહિને 1 કરોડ રૂપિયા મળવાના છે.

20 સાંસદે NDAને સમર્થન આપવાની કરી જાહેરાત

TMCમાં તાજેતરમાં મોટા ભાગલા પડ્યા છે. પાર્ટીના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોએ અલગ જૂથ બનાવી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને NDAને સમર્થન આપવાની જાહેરાત કરી છે. દળબદલ વિરોધી કાયદા હેઠળ અયોગ્યતા ટાળવા માટે આ સાંસદો ત્રિપુરાની નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં જોડાયા છે. જોકે તેઓ સીધા BJPમાં સામેલ થયા નથી, પરંતુ NDAને સમર્થન આપી રહ્યા છે. આ ઘટનાથી લોકસભામાં TMCની સંખ્યા ઘટીને માત્ર 8 સાંસદો સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, મહુઆ મોઈત્રા હજુ પણ મમતા બેનર્જીના સમર્થનમાં મજબૂતીથી ઉભી રહી બળવાખોર નેતાઓ પર સતત પ્રહાર કરી રહી છે.

આ પણ વાંચો : Maharashtra MLC Election Result: 17માંથી 16 બેઠક પર મહાયુતિની જીત, વિપક્ષને ફટકો


  • Follow us on: