મહારાષ્ટ્રમાં હાલમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના UBTને ફટકો પડ્યો છે. કારણ કે 6 સાંસદો પાર્ટીનો સાથ છોડીને શિંદે જૂથમાં જોડાવા જઇ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં પણ શિવસેનાનો ફટકો પડ્યો. માત્ર શિવસેના જ નહીં પણ કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટી ખાતું ખોલવામાં નિષ્ફળ નીવડી.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપની જીત
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપની જબરદસ્ત જીત થઇ છે. મહાયુતિ ગઠબંધને 17 MLC બેઠકોમાંથી 16 બેઠકો જીતી હતી જ્યારે એક બળવાખોર BJP ઉમેદવાર એક બેઠક જીતવામાં સફળ રહ્યો હતો. કોંગ્રેસ, શિવસેના (UBT) અને શરદ પવારનો પક્ષ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયા.
વિપક્ષના સૂપડા સાફ !
મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેનો જૂથ અને શરદ પવારનો પક્ષ એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ ગયો હતો. ત્યારે BJPના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને ક્લીન સ્વીપ હાંસલ કરી હતી. લડાયેલી 17 બેઠકોમાંથી, BJP, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPના ગઠબંધને 16 બેઠકો જીતી હતી, જ્યારે એક બળવાખોર BJP ઉમેદવારે બાકીની એક બેઠક જીતી હતી. ઉલ્લેખનીય છે કે કુલ 17 MLC બેઠકોમાંથી 6 બેઠકો માટે ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે બાકીની 11 બેઠકોના પરિણામો સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા.
6 બેઠકો પર બિનહરીફ જીત
- વર્ધા-ચંદ્રપુર-ગઢચિરૌલી
- યવતમાલ
- ભંડારા-ગોંદિયા
- રાયગઢ-રત્નાગીરી-સિંધુદુર્ગ
- થાણે-પાલઘર
- અહિલ્યાનગર
11 બેઠકો પર શું આવ્યા પરિણામ ?
અમરાવતી
ભાજપના પ્રવિણ પોટે-પાટીલ સામે કોંગ્રેસના હર્ષજીત દેશમુખ.
નાસિક
શિવસેના (શિંદે)ના નરેન્દ્ર દરાડે સામે અપક્ષ ઉમેદવાર ગણેશ ગીતે. અહીં મહા વિકાસ આઘાડીનો કોઈ સત્તાવાર ઉમેદવાર નહોતો.
પરભણી-હિંગોલી
શિવસેના (શિંદે)ના આનંદ ભરોસે સામે કોંગ્રેસના સુરેશ વરપુડકર.
નાંદેડ
ભાજપના અમર રાજુરકર સામે કોંગ્રેસના મોહન હંબરડે.
ધારાશિવ-લાતુર-બીડ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ (શરદ પવાર)ના અશોક જગદાલે ભાજપના બસવરાજ પાટીલ સામે.
પુણે
ભાજપના સંગ્રામ થોપટે સામે કોંગ્રેસના રમેશ બાગવે.
જલગાંવ
ભાજપના નંદકિશોર મહાજન સામે કોંગ્રેસના ગુલાબરાવ દેવકર.
સાંગલી-સતારા
કોંગ્રેસના પ્રભાકર દેશમુખ સામે ભાજપના ધૈર્યશીલ કદમ.
સોલાપુર
ભાજપના રાજેન્દ્ર રાઉત સામે કોંગ્રેસના દિલીપ માને.
છત્રપતિ સંભાજીનગર-જાલના
ભાજપના સુહાસ શિરસાટ સામે કોંગ્રેસના કૈલાસ ગોરંત્યાલ.
નાગપુર (પેટા ચૂંટણી)
ભાજપના ડો. રાજીવ પોતદાર સામે કોંગ્રેસના અતુલ લોંધે.