આ 500 વર્ષ જૂની પ્રતિમા હવે તમિલનાડુના થડીકોમ્બુમાં શ્રી સુંદરરાજા પેરુમલ મંદિરમાં ફરી સ્થાપિત કરાશે.
ભારતીય ઉચ્ચ આયોગનો સંપર્ક
બ્રિટનમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એશમોલિયન મ્યુઝિયમે 16મી સદીની કાંસ્ય પ્રતિમા ભારતને પરત કરી છે. આ પ્રતિમા હવે તમિલનાડુના એ મંદિરમાં પરત કરાશે જ્યાંથી તે ચોરાઈ હતી. ભારતને ફરી સોંપાયેલી પ્રતિમા આશરે 500 વર્ષ જૂની છે અને તે થિરુમંગાઈ અઝ્વરની છે. બ્રિટનથી પરત કરાયોલી પ્રતિમા સોથેબી દ્વારા 967માં ખરીદી હતી. જોકે 2019માં એક સંશોધકે નક્કી કર્યું કે, આ પ્રતિમા થડીકોમ્બુમાં શ્રી સુંદરરાજા પેરુમલ મંદિરની છે. આ માહિતી બાદ સંગ્રહાલયે ભારતીય ઉચ્ચ આયોગનો સંપર્ક કર્યો હતો.
પ્રતિમા સોંપ્યા પછી સંગ્રહાલયે શું કર્યું?
સંગ્રહાલયના ડિરેક્ટર ડૉ. ઝા સ્ટર્ગિસે જણાવ્યું હતું કે તેમને પાંચ વર્ષ પહેલાં પ્રતિમા વિશે ખબર પડી હતી. તે મંદિરમાંથી ચોરાયેલા જૂના ફોટોગ્રાફ્સ સાથે મેળ ખાય છે. તે સમયે નક્કી થયું હતું કે, તે ભારતમાંથી કાયદેસર રીતે અહીં લવાઇ ન હતી. સ્ટર્ગિસે જણાવ્યું હતું કે, સંગ્રહાલયે 1967માં સારા ઇરાદાથી પ્રતિમા ખરીદી હતી. અમે તે જ સ્પષ્ટ ઇરાદા સાથે પ્રતિમા ભારત પરત કરી રહ્યા છીએ.
એશ્મોલિયન મ્યુઝિયમ પહેલીવાર કોઈ વસ્તુને પરત કરી રહ્યુ છે
એશ્મોલિયન મ્યુઝિયમમાં વિશ્વભરની ઘણી અનોખી વસ્તુઓ હોવાનું કહેવાય છે. જેના પર ઘણા લોકોએ દાવો કર્યો છે. જો કે, દાવા બાદ આવી કોઈ વસ્તુ પરત કરવામાં આવી નથી. આ પહેલી વાર છે જ્યારે એશ્મોલિયન મ્યુઝિયમે કોઈ વસ્તુને તેના મૂળ દેશમાં પરત કરી છે. હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય બેરોનેસ થંગમ ડેબોનેરે જણાવ્યું હતું કે આ માત્ર કલાનું કાર્ય નથી, પરંતુ જીવંત મંદિરની એક પવિત્ર મૂર્તિ છે. આ સમારોહમાં ચાર વધારાના ભારતીય પ્રાચીન વસ્તુઓ પણ ભારતને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Canadaમાં પ્રખ્યાત પંજાબી યુટ્યુબર Nancy Grewalની હત્યા, જાણો શું હતુ કારણ?
