Also Read
Delhi Blast : ભારત બદલો લેશે તેવો શાહબાઝને ડર, પાકિસ્તાની પત્રકારોએ શાહબાઝ સરકાર પર સાધ્યું નિશાન, વાંચો શું કહ્યું
Delhi Blast Case: ગૃહ મંત્રાલયે NIAને સોંપી તપાસ, અત્યાર સુધી 10ના મોત
Jammu Kashmir Terror: શું આતંકીઓના નિશાને હતી સનાતન હિંદુ એકતા યાત્રા ? હજારોને ફૂંકી નાંખે તેટલો હતો વિસ્ફોટક સામાન
મંગળવારે સવારે યુપી એટીએસ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને લખનૌ પોલીસની સંયુક્ત ટીમે ઉત્તર પ્રદેશના લખનૌના મડિયાંવમાં આઇઆઇએમ રોડ પર ડો. પરવેઝ અન્સારીના ઘરે દરોડા પાડ્યા હતા. પરવેઝ ઇન્ટિગ્રલ યુનિવર્સિટીમાં કામ કરે છે. અત્યાર સુધી કોઈ ધરપકડના અહેવાલ નથી.સોમવારે ફરીદાબાદમાં આ દરોડા આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુઝમ્મિલ સાથે શું છે સંબંધ ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે પરવેઝ અન્સારીના ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા ડો. મુઝમ્મિલ સાથે જૂના સંબંધો હતા. કથિત સંબંધોની તપાસ માટે આ દરોડા પાડવામાં આવ્યા હતા. પરવેઝ અંસારીનો સહારનપુરથી કનેક્શન નીકળ્યુ છે. કારણ કે તેની કારનું રજિસ્ટ્રેશન પણ સહરાનપુરનુ જ છે. અને ફરીદાબાદમાં ધરપકડ કરાયેલ ડો. આદિલ પણ સહારનપુરનો છે. લખનૌમાં અનેક સ્થળોએ દરોડા ચાલુ છે.
સવારે 6 વાગે દરોડા પાડવાની કામગીરી
અહેવાલો અનુસાર ત્રણેય ટીમોએ સવારે 6 વાગ્યે સંયુક્ત કાર્યવાહીમાં દરોડા પાડવાનું શરૂ કર્યું. આ કામગીરી લગભગ છ કલાક સુધી ચાલુ રહી. ટીમમાં 40 થી વધુ પોલીસ કર્મચારીઓનો સમાવેશ થતો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસના બે વાહનો, યુપી એટીએસના ત્રણ અને યુપી પોલીસના બે વાહનો ઘટનાસ્થળે હાજર હતા. દરોડા દરમિયાન ડૉ. પરવેઝ અન્સારીના ઘરેથી ઘણા દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી.
ડૉ. પરવેઝ ડૉ. મુઝમ્મિલ સાથે સંકળાયેલા - એસપી, અલીગંજ
અલીગંજના એસીપી સૈયદ અરીબ અહેમદે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પોલીસે ડૉ. પરવેઝ અન્સારીના ઘરની તપાસ કરી હતી. આ ફરીદાબાદ મોડ્યુલ સંબંધિત કેસ છે. હાલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ તપાસ ચાલી રહી છે. ફરીદાબાદમાં ધરપકડ કરાયેલ ડૉ. આદિલ સહારનપુરનો રહેવાસી છે, અને ડૉ. પરવેઝ અન્સારીની કાર પણ સહારનપુરમાં નોંધાયેલી છે. તેનો નંબર UP 11BD3563 છે અને તેના પર ઇન્ટિગ્રલ યુનિવર્સિટીનું સ્ટીકર છે. ડૉ. પરવેઝ ડૉ. મુઝમ્મિલ સાથે સંકળાયેલા છે.
ફરીદાબાદમાં મોડ્યુલનો પર્દાફાશ
ઉલ્લેખનીય છે કે સોમવારે 10 નવેમ્બરના રોજ, જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં એક 'વ્હાઇટ કોલર' આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને પ્રતિબંધિત શસ્ત્રો મળી આવ્યા હતા. દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં આ મોડ્યુલની કોઈ ભૂમિકા હતી કે કેમ તે નક્કી કરવા માટે હાલમાં તપાસ ચાલી રહી છે.










