દિલ્હીમાં બ્લાસ્ટને લઇને ગૃહમંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયે એનઆઇએને તપાસ સોંપી છે. હવે એનઆઇએ સમગ્ર મામલે તપાસ કરશે. થોડા સમય બાદ ગૃહમંત્રાલયની વધુ એક બેઠક મળશે, જેમાં તપાસ એજન્સીના અધિકારીઓ હાજર છે. ગૃહમંત્રીએ આપેલા દિશા નિર્દેશોને લઇને ચર્ચાઓ થઇ રહી છે.
સોમવારે થયો હતો બ્લાસ્ટ
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આ ઘટના બાદ પીડિતોના મૃતદેહો ત્યાં વેરવિખેર મળી આવ્યા હતા. હજુ સુધી અનેક મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.10 નવેમ્બર, 2025 ના રોજ, લગભગ 6.55 વાગ્યે, એક હ્યુન્ડાઇ i20 કાર લાલ ફોર્ટ મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 નજીક વિસ્ફોટ થયો. તીવ્રતા એટલી તીવ્ર હતી કે તે 5-10 કિલો વિસ્ફોટકો સમાન હતી. આ ઘટના બાદ આ વિસ્તારમાં અનેક વાહનો ફસાયા હતા.













