અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ RATના કારણે થયુ હોવાનું સામે આવ્યુ છે. અમેરિકાના નેવીના પૂર્વ પાયલોટે આ ખુલાસો કર્યો છે. તેઓએ જણાવ્યુ છે કે, 3 કારણના લીધે આ દુર્ઘટના થઇ છે. પ્રથમ ઇલેક્ટ્રીકલ ફેલ્યોર, બીજુ કારણ એન્જિન ફેલ થવું અને ત્રીજુ કારણ હાઇજ્રોલિક ફેલ્યોર જવાબદાર હોઇ શકે છે. વિમાન દુર્ઘટનામાં જે કે એક માત્ર યાત્રી બચી ગયો હતો તેનું નામ વિશ્વાસ હતુ. સ્ટીવે તેના નિવેદનનો પણ સહારો લીધો છે. અને સમગ્ર ઘટના સમજાવી છે.


કયા કારણે થયું વિમાન ક્રેશ ?

અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ હતુ. જે બાદ અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા કે ઘટના માટે કયા કારણો જવાબદાર છે. તો આ તર, અમેરિકી નેવીના પૂર્વ પાયલટ અને નેવિગેશન નિષ્ણાંત કેપ્ટન સ્ટીવે પ્લેન ક્રેશના વીડિયોનું અવલોકન કર્યુ છે. અને કારણ વર્ણવ્યા છે.

પ્રથમ કારણ એન્જિન ફેલ થઇ શકે

કેપ્ટન સ્ટીવે જણાવ્યુ હતુ કે, પ્લેન ક્રેશ માટે એન્જિન ફલ થવાની સંભાવના નકારી શકાતી નથી. એનો અર્થ એ છે કે, વિમાનમાં પાંખને પુરતી હવા ન મળતા આ દુર્ઘટના સર્જાઇ શકે છે. સ્ટીવે વધુમાં જણાવ્યુ હતુ કે, વિમાનમાં પૂરતી ક્ષમતા ન હતી કે તે ઉપરની તરફ ઉઠી શકે.

પાયલટ ફ્લૈફ્સ લગાવવાનું ભૂલ્યા હશે

બીજુ કારણ એ છે કે, વિમાનના ટેક ઓફ થયાના પહેલા વિશેષ ટેક્નિકલ સેટીંગ કરવાની જરુર હોય છે. જેમાં મુખ્ય હોય છે ફ્લૈપ્સને નીચે કરવું. ફ્લૈપ્સ વિમાનના પાંખનો એ ભાગ છે જે લિફ્ટ કરવામાં મદદ કરે છે.

ખોટું લીવર ખેંચવાથી પણ થઇ શકે છે દુર્ઘટના

ત્રીજું કારણ એ હોઇ શકે છે કે, પાયલટે ખોટું લીવર ખેંચ્યુ હશે. જેના કારણે ટેક ઓફ થયા બાદ પાયલોટ કહે છે કે, વિમાન હવામાં ઉઠી ચુક્યુ છે. જે બાદ પાયલોટ કહે છે કે, ગિયર અપ કરો. આ સમયે પાયલોટે જો ખોટું લીવર ખેંચ્યુ હશે તો પ્લેન ક્રેશ થઇ શકે છે. 

  • Follow us on: