ગુજરાતના અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેનક્રેશનો પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. જે બાદ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. ત્યારે બોઇંગ 787-8ને લઇને વધુ એક અગત્યની માહિતી સામે આવી છે. જે મુજબ 2019માં આપેલા નિર્દેશ બાદ છેલ્લા 6 વર્ષમાં બોઇંગનું થ્રોટલ કંટ્રોલ મોડ્યૂલ 2 વખત બદલવામાં આવ્યુ છે. ત્યારે આવો જાણીએ શું હોય છે થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ.


શું હોય છે ટીસીએમ? 

ટીસીએમમાં ફ્યુઅલને કંટ્રોલ કરવાની સ્વિચ હોય છે. થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ એક મહત્વપૂર્ણ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ છે, જેમાં ઇંધણ નિયંત્રણ સ્વીચો પણ શામેલ છે. આ સિસ્ટમ વિમાન ઉડાન દરમિયાન એન્જિન પાવર અને ઇંધણ પુરવઠાને નિયંત્રિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 

શું થયો ખુલાસો? 

વિમાન દૂર્ઘટના તપાસ બ્યૂરોએ શનિવારે સવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બંને એન્જિનના ફ્યુઅલ નિયંત્રણ સ્વિચ એક સેકન્ડના અંતરાલમાં રનથી કટ ઓફ સ્થિતિમાં જતી રહી હતી. શનિવારે AAIBના પ્રાથમિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019 અને 2023માં બે વખત ટીસીએમ બદલવાનો ઉલ્લેખ કર્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ટીસીએમ બદલવાનું અને ફ્યુઅલ સ્વિચ સાથે કોઇ સંબંઘ નથી.

બોઇંગ તરફથી વર્ષ 2019માં એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓપરેટરને દરેક 24000 ફ્લાઇટ કલાકો બાદ ટીસીએમ બદલવુ પડશે. તે પ્રકારે દુર્ઘટનાગ્રસ્ત બોઇંગમાં 2 વખત ટીસીએમ બદલવામાં આવ્યું. જો કે ફ્યુઅલ નિયંત્રણ સ્વિચ બંધ થઇ જોવાની તપાસ ચાલી રહી છે. VT-ANB પર 2023 પછી ફ્યુઅલ નિયંત્રણ સ્વિચ સંબંધિત કોઇ ખામી નોંધાઇ નથી.

બોઇંગ તપાસ સમિતિ સાથે સહયોગ કરશે

એર ઇન્ડિયાના પ્રવક્તાએ શનિવારે જાહેર કરાયેલા AIB રિપોર્ટને ટાંકીને રવિવારે બોઇંગને અનેક પ્રશ્નોના જવાબો મોકલ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે અમે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. AI171 વિશે માહિતી આપવા માટે અમે AAIB પર આધાર રાખીશું.

12 જૂનના રોજ બપોરે ગુજરાતના અમદાવાદથી એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ વિમાન ક્રેશ થયું હતું. તેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. સમગ્ર અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા.


  • Follow us on: