બોઇંગ પોતાના ડ્રીમલાઇન વિમાનને દુનિયાભરમાં વેંચી રહી છે. પરંતુ તેની ખામીઓ પર સતત પડદો નાંખવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે જ કંપનીના એક એન્જિનયરે તમામ ખામીઓ અંગે ખુલાસો કર્યો હતો. ડ્રીમલાઇનરની 11 ખામીઓ, કેટલીય વખત તપાસ કરવામાં આવી બોઇંગના ડ્રીમલાઇનર વિમાનમાં સાથે તમામ ટેક્નિકલ ખામીઓ સામે આવી હતી.


બોઇંગના ડ્રીમલાઇનર વિમાનમાં ખામીઓ

એર ઇન્ડિયાનું અમદાવાદમાં ક્રેશ થયેલું વિમાન જે કંપનીનું છે તેમાં ઘણી સમસ્યાઓ સામે આવી છે. ડ્રીમલાઇનર વિમાનને બનાવનાર કંપની ભલે પોતાની આધુનિક ટેક્નિકની વાતો કરતી હોય પણ સત્ય એ છે કે તેમાં ઘણી ખામીઓ રહેલી છે. અને તેનો ભોગ મુસાફરો અને ક્રૂ મેંમર બને છે. તેના કંપનીના એન્જિનયરે આ ખામીઓ દર્શાવી હતી. ડ્રીમલાઇનર 787 વિમાનના નિર્માણમાં શોર્ટ કટ અપનાવવામાં આવી રહ્યુ છે. જે જોખમ પેદા કરી શકે છે.

શિમિંગ અને ગેપ સમસ્યા

વર્ષ 2020થી 2022 સુધી બોઇંગે કેટલીક 787 વિમાનોમાં શિમ્સ ખોટા આકારના છે. ફ્યૂલેઝની સપાટી સમતળ હોવી જોઇએ તે યોગ્ય આકારમાં ન હતી. આ ખામીઓ ફ્યૂલેઝની સપાટીમાં જોવા મળી હતી. વર્ષ 2020માં 8 વિમાનો સેવાકાર્યથી હટાવવામાં આવ્યા હતા.

સ્ટ્રક્ચર સમસ્યા

વર્ષ 2020માં બોઇંગે બે વિવિધ ફ્યૂઝલેઝ ખામીઓ શોધાઇ હતી. જે એક સાથે હોવા પર સંરચનાત્મક અખંડતાને પ્રભાવિત કરી શકે છે. જેમના કારણે સ્ટ્રક્ચર પર અસર પડી શકે છે. વર્ષ 2025માં ઇટલીમાં કરવામાં આવેલી તપાસમાં માલૂમ પડ્યુ હતુ કે, MPS અને તેના વિવિધ ભાગમાં ખામીઓ જોવા મળી હતી. જેમાં ગુણવત્તાના સર્ટીફિકેટ નકલી હતા. 

  • Follow us on: