અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં પાટણના ચંદ્રુમાણાના દંપતીનું મોત થયું છે. આ દંપતી લંડનમાં વર્ષોથી રહેતા અને મૂળ પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામના વતની હતા. આ દંપતી લંડનથી અવારનવાર પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે વતન હોવાથી આવતા હતા. પતિ પત્ની લંડનથી થોડા દિવસો પહેલા વતનમાં આવ્યા હતા. આજે ચંદ્રુમાણા ગામેથી તેઓ લંડન જવા રવાના થયા હતા. ગામમાં રહેતા પરિવારજનોએ પ્લેન ક્રેશના સમાચાર મળતા અમદાવાદ સિવિલ ખાતે પહોંચ્યા હતા.


પ્લેન ક્રેશમાં પાટણના દંપતીનું મોત
વિમાન ક્રેશ થવાની ઘટનામાં ગુજરાતના અલગ અગલ વિસ્તારના લોકો હોવાની પણ માહિતી સામે આવી છે. અમદાવાદમાં પ્લેન 1:40 વાગ્યે ક્રેશ થઈને પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. ચારેબાજુ વિમાનનો કાટમાળ જોવા મળ્યો છે. રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. 2 કિ.મી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.

ચંદ્રુમાણામાં ચિંતાનો માહોલ છવાયો
પ્લેન ક્રેશની ઘટનાના સમચાર સાંભળી પાટણના ચંદ્રુમાણામાં ચિંતાનો માહોલ છવાયો છે. આ સાથે દંપતીના પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. પાટણના ગામ ચંદ્રુમાણાનું દંપતી વર્ષોથી લંડનમાં રહેતું હતું. સાથે જ પોતાના અહીં રહેતા પરિવારના લોકોને મળવા માટે અવાર નવાર આવતા રહેતા હતા. 

  • Follow us on: