પાટણમાં ગંભીર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. હારીજ-ચાણસ્મા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. હાઈવે પર ગંભીર અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે એક શખ્સનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ હાઈવે પર ભેગી થઈ ગઈ હતી. એક જાગૃત સ્થાનિકે આ ઘટનાની પોલીસને જાણ કરી. પોલીસ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
ગંભીર અકસ્માતમાં 2 યુવાનના મોત













