રાજધાની પટનમાં એક દુર્ઘટના ઘટી છે. જેમાં બુધવારે મોડી રાત્રે અટલ પથ પર વાહન ચેકિંગ દરમિયાન ફુલ સ્પીડમાં આવતી સ્કોર્પિયોએ પોલીસ કર્મચારીઓને કચડી નાખ્યા હતા. જેમાં એક મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ નિપજ્યુ છે. અન્ય 3ની હાલત ગંભીર છે. આ ઘટના પુરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જો કે પોલીસ ટીમ રસ્તા પર ચેંકિંગના અભિયાનમાં કાર્યરત હતી. આ કાર 90 કિલો પ્રતિ કલાકની ઝડપથી ચાલી રહી હતી. ટક્કર બાદ પોલીસકર્મીઓ દુર હવામાં ફેંકાઈ ગયા હતા. 


મળતી માહિતી અનુસાર પટના પોલીસે રાત્રે 10ઃ30 વાગ્યાથી 12ઃ30 વાગ્યા સુધી વિસેષ વાહન ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન એક ફૂલ સ્પીડમાં આવતી કારે પોલીસકર્મીઓને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં ચાર પોલીસકર્મીઓ ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં એકનું મોત નિપજ્યું હતું. 

ઘટનાની તરત પછી આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને અન્ય પોલીસ કર્મચારીઓની મદદથી નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જેમાં ઈલાજ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ કોમલનું મૃત્યુ થયું હતું. ઘાયલોમાં એસઆઈ દિપક કુમાર, એએસાઈ અવધેશ અને અશોકનો સમાવેશ થાય છે.   

ઘટનાની સુચના મળતાની સાતે પટનાના એસએસપી અવકાશ કુમાર સહિત અન્ય વરીય અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. એસએસપીએ મિડીયાને જણાવ્યું હતું કે જે વાહને પોલીસ કર્મચારીઓને ટક્કર મારી હતી તે ફરાર થઈ ગયો હતો. વાહનની જાણકારી માટે સીસીટીવી કેમેરા ચેક કરાયા જેમાં ગાડી નંબર  BRO1HT8437 કાળા રંગની સ્કોર્પિયોને જપ્ત કરવામાં આવી હતી. આ ગાડી રુકનપુર વિસ્તારના રહેવાસી નિખિલ કુમારના નામથી છે. જેની પોલીસે ધરપકડ કરી છે. 



  • Follow us on: