એર ઇન્ડિયાએ દિલ્હીથી વૉશિંગ્ટન ડીસી જતી ફ્લાઇટ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સેવા 1 સપ્ટેમ્બર 2025થી બંધ થઇ જશે. ત્યારે આવો જાણીએ શું કે આ નિર્ણય લેવાનું કારણ.. કેમ બંધ કરવામાં આવી છે આ સેવા.


કેમ બંધ કરાઇ ફ્લાઇટ સેવા? 

આ નિર્ણય લેવા પાછળ બે કારણો જવાબદાર છે. એક કે, 26 Boeing 787-8 વિમાનોને અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે. જેનાથી ઘણા વિમાન લાંબા સમય સુધી ફ્લાઇટ માટે ઉપલબ્ધ નહી રહી શકે. આ કામ વર્ષ 2026ના અંત સુધી ચાલશે.

બીજુ કારણ એ પણ છે કે પાકિસ્તાનનું એરસ્પેસ બંધ છે તેથી લાંબી મુસાફરી કરવી પડે છે. અને લાંબી યાત્રા કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. જેથી જે લોકોએ 1 સપ્ટેમ્બર પછીની બુકિંગ કરાવી છે તેમનો સંપર્ક કરાશે તેમને બે વિકલ્પ અપાશે. જેમાં બુકિંગના તમામ પૈસા પાછા લેવાનો પણ વિકલ્પ હશે.

આ રીતે જઇ શકશો વોશિંગ્ટન ડીસી 

જો કે હા, એરઇન્ડિયાના ઇન્ટરલાઇન પાર્ટનર જેવા કે, અલાસ્કા એરલાઇન્સ, યુનાઇટેડ એરલાઇન્સ, ડેલ્ટા દ્વારા ન્યૂયોર્ક, શિકાગો અથવા સેનફ્રાન્સિસ્કો થઇને વોશિંગ્ટન ડીસી જઇ શકો છો. એર ઇન્ડિયા હાલ પણ ઉત્તર અમેરિકાના 6 શહેરો માટે નોન સ્ટોપ ફ્લાઇટ્સ ચલાવી રહી છે જેમાં કેને઼ડાનું ટોરેન્ટો, વૈનકુવરનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના બાદ ભારતીય એવિએશન સિસ્ટમ અને એર ઇન્ડિયાની સુરક્ષા પ્રક્રિયાઓ પર સવાલો ઉભા થયા હતા. 12 જૂને બનેલી આ ઘટનામાં 241 યાત્રિતો સહિત 279 લોકોના મોત થયા હતા. 

  • Follow us on: