AIR INDIAનું વિમાન AI2455 ટેકનીકલ ખામી સર્જાવાના કારણે અધવચ્ચેથી જ ચેન્નઇ ડાઇવર્ટ કરાયું હતુ આ પ્લેન ત્રિવેન્દ્રમથી દિલ્હી જઇ રહ્યુ હતુ. વિમાનને હાલ સુરક્ષીત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યુ છે. વિમાનમાં કેવી રીતે ટેકનીકલ ખામી સર્જાઇ તેની તપાસ ચાલી રહી છે. આ ફ્લાઇટમાં 5 સાંસદ સવાર હતા. કેસી વેણુગોપાલ, કોડિક્કુનિલ સુરેશ, અડૂર પ્રકાશ, કે. રાધાકૃષ્ણન અને રોબર્ટ બ્રુસ આ તમામ સાંસદો દિલ્હી જઇ રહ્યા હતા.
સોમવારની સવારે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઇ
સોમવારની સવારે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઇ. ત્રિવેન્દ્રમથી દિલ્હી જઇ રહેલા AIR INDIAના AI 2455માં ટેકનીકલ ખામી સર્જાઇ જેના કારણે પ્લેનને તાત્કાલીક ધોરણે ચેન્નઇ ડાઇવર્ટ કરાયું જ્યાં રનવે પર પહેલેથી જ વિમાન ઉભુહતુ આથી લેન્ડીંગની પરમિશન ન મળતા વિમાનને 2 કલાક હવામાં આમથી તેમ લકટવુ પડ્યુ હતુ તમામ યાત્રીકોના જીવ તાળવે ચોટી ગયા હતા. લોકોને અમદાવાદ પ્લેન દુર્ઘટનાની યાદો તાજી થવા લાગી હતી. સદ્ભાગ્યે હેમખેમ રીતે પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હતુ.
સાંસદ કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયા પર આ ઘટનાની વાત શેર કરી હતી
સાંસદ કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયા પર આ ઘટનાની વાત શેર કરી હતી. કોંગ્રેસ નેતાએ જણાવ્યુ કે ફ્લાઇટ શરૂઆતથી જ મોડી હતી ઉપરથી અમારી ફ્લાઇટને ખરાબ હવામાન નડ્યુ હતુ. એક કલાક પછી કેપ્ટને જ્યારે ઇમરજન્સી લેન્ડિગન વાત કહી ત્યારે થોડીવાર તમામ મુસાફરો ડરી ગયા હતા.
ચેન્નઇ ડાઇવર્ટ થયેલી ફ્લાઇટને જ્યારે લેન્ડિગ કરાવવા માટે પરમીશન ન મળી ત્યારે મુસાફરો વધારે ફફડી ગયા હતા જે સ્વાભાવીક વાત છે. કેપ્ટને તાત્કાલીક નિર્ણય લીધો અને વિમાનને ઉપર ખેંચી લેતા તમામ યાત્રીકો બચી ગયા હતા બીજા પ્રયત્ને ફ્લાટનું સુરક્ષીત લેન્ડિંગ થયુ સૌ કોઇએ હાશકારો અનુભવ્યો હતો.