Air India: એર ઇન્ડિયાના ટર્બ્યુલન્સની ઘટના અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર 4 ઓગસ્ટના રોજ ફૂકેટથી દિલ્હી જતી ફ્લાઇટ રવાના થાય તે પહેલાં જ એક ક્રૂ મેમ્બરે પાયલટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે પાયલટે ગાંજાનું સેવન કર્યું હતું. એવું કહેવાય છે કે દિલ્હીથી ફૂકેટ જતી ફ્લાઇટ દરમિયાન આ વિવાદ શરૂ થયો હતો.
પાઇલટ અને કેબિન ક્રૂ મેમ્બર વચ્ચે સીટ સંબંધિત પ્રોટોકોલ અંગે ઝઘડો થયો હતો. ફૂકેટ પહોંચ્યા પછી પણ બંને વચ્ચેનો તણાવ સંપૂર્ણપણે ઓછો થયો ન હતો.
300 ફૂટ નીચે આવી ગયું વિમાન
મળતી માહીતિ અનુસાર ફૂકેટથી દિલ્હી પરત ફરતી વખતે વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગયું; આ સમય દરમિયાન એવું જોવા મળ્યું કે મુખ્ય પાઇલટ કોકપીટના ફ્લોર પર સૂતો હતો. ત્યારબાદ, પાઇલટ કોકપીટમાં પાછો ફર્યો અને મુસાફરોની તપાસ કરી. ક્રૂને કથિત રીતે મુસાફરો સાથે ઘટનાની ચર્ચા ન કરવાની સૂચના આપવામાં આવી હતી.
યોગ્ય રીતે ઊભા રહી શકતો ન હતો પાઇલટ
દિલ્હીમાં ઉતરાણ પછી પાઇલટની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે યોગ્ય રીતે ઊભા રહી શકતો ન હતો. તપાસ દરમિયાન તેણે યુરિન સેમ્પલ આપતી વખતે અધિકારીઓએ તેને ટેકો આપવો પડ્યો હતો. ફરિયાદ અને સામે આવેલી પરિસ્થિતિના આધારે તપાસ એજન્સીઓ ઉડાન દરમિયાન પાઇલટની વાસ્તવિક સ્થિતિ અને વિમાનની ઊંચાઈમાં અચાનક ઘટાડો થવા પાછળનું કારણ નક્કી કરવા માટે કામ કરી રહી છે.
આ પણ વાંચો: National News : દિલ્હી લાલ કિલ્લા હુમલા પર UN નો ચોંકાવનારો ખુલાસો: AQIS નો હાથ હોવાનો દાવો