પટનામાં એર ઇન્ડિયાની ફ્લાઇટ સવારે મુસાફરોને લઇને એરપોર્ટ પહોંચી. આ પ્લેન બેંગ્લોરથી પટના પહોંચ્યુ હતું. પ્લેન લેન્ડ થયા બાદ અનાઉંસમેન્ટ કરવામાં આવ્યું કે 4 નંબરના બેલ્ટ પર લગેજ આવશે. એટલે જ્યારે યાત્રીઓ નંબર 4 બેલ્ટ પર પહોંચ્યા તો ત્યાં લગેજ હતો જ નહી..


પટના એરપોર્ટ પર હોબાળો 

ત્યારબાદ એરઇન્ડિયા તરફથી કહેવામાં આવ્યું કે વધારે વજન હોવાને કારણે પ્લેનમાં લગેજ રાખ્યો જ ન હતો. જે બાદ પ્લેનમાં 180 યાત્રીઓએ હોબાળો મચાવ્યો. એર ઇન્ડિયાના સ્ટાફ અને સીઆઇએસએફના જવાનોએ યાત્રીઓને શાંત કરાવ્યા. એવા ઘણા પેસેન્જર હતા જેમને બીજી ફ્લાઇટ પકડવાની હતી પરંતુ લગેજ આવ્યો જ હોવાથી તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

કંપની માટે મુશ્કેલી 

મહત્વનું છે કે વારંવાર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી આવે છે. વારંવાર ફ્લાઇટ રદ થાય છે પરિણામે મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે. અત્યારે સ્થિતિ એવી થઇ છે કે  એર ઈન્ડિયાએ હાલતમાં પોતાના આંતરાષ્ટ્રીય રુટ પર ભાડામાં ઘણો ઘટાડો કર્યો છે. ટિકીટના ભાવ એટલા સસ્તા થઈ ગયા છે કે ઘણા રુટ પર ભાડુ લો-કોસ્ટ એરલાઈન્સ કરતા પણ ઓછુ થઈ ગયુ છે. આ છતા પણ પેસેન્જર્સના બુકિંગ દેખાઈ રહ્યા નથી. જો એરલાઈન્સ કંપની માટે ચિંતાનો વિષય બની ગયો છે. 

ક્યાં સસ્તી થઈ ટિકીટ?

એર ઈન્ડિયાએ દિલ્હી-મુંબઈ, દિલ્હી-બેંગલોર, દિલ્હી-દુબઈ અને મુંબઈ-દુબઈ જેવા પ્રમુખ રુટ પરના ભાડામાં ઘટાડો કર્યો છે. જેમ કે દિલ્હી -મુંબઈ રુટ પર એર ઈન્ડિયાની ટિકીટ હવે 5000 રુપિયા કરતા પણ ઓછી છે. જે પહેલા 6000 થી 7000 રુપિયાની વચ્ચે રહેતી હતી. દિલ્હી-દુબઈ રુટ પર પણ 15 થી 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ફ્લાઈટ ખાલી જઈ રહી છે.

ઓછા ભાડા છતા પણ બુંકિંગની સ્પીડ ખુબ ધીમી છે. એર ઈન્ડિયાની કેટલીક ફ્લાઈટ્સ 60 ટકા કરતા ઓછી સિટ ઓક્યૂપેસી સાથે ઉડાન ભરી રહી છે. જાણકારોનું માનવું છે કે તેની પાછળ સૌતી મોટું કારણ હાલમાં જ અમદાવાદમાં થયેલું પ્લેન ક્રેશ છે. જ્યાં એર ઈન્ડિયાનું બોઈંગ 787નું વિમાન લેન્ડિંગની થોડી મિનીટ પહેલા જ ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 267 લોકોના મૃત્યુ થયા હતા.

ફ્લાઈટમાં ટેકનોલોજીની ખામી, લો મેન્ટેનન્સ અને હાલમાં થયેલું એક્સિડન્ટ ફ્લાઈટની ઈમેજ પર અસર કરી રહ્યું છે. આજ કારણ ચે કે પેસેન્જર્સ એર ઈન્ડિયાની ફ્લાઈટથી અંતર રાખી રહ્યા છે. જો કે કંપનીએ એર ઈન્ડિયાના ક્રેશ થયેલા વિમાનમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી હોવાનો ઈન્કાર કર્યો છે.


  • Follow us on: