સરકારના વિમાનમાં પસંદગીની સીટ પર વધારાના ચાર્જમાંથી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે દરેક એરલાઈન્સને આદેશ આપ્યો હતો કે દરેક ફ્લાઇટમાં 60 ટકા બેઠકો મુસાફરોને મફતમાં આપો. સીટ પસંદગી માટે કોઈ ચાર્જ ના લો. સરકારના આ આદેશથી એરલાઇન્સ ગુસ્સે થઈ ગઈ છે. એરલાઈન્સે ચેતવણી આપી છે કે આનાથી ટિકિટો વધુ મોંઘી થશે.
DGCAના આદેશ સામે એરલાઈન્સે આપી ચેતવણી
વિમાનમાં પસંદગીની સીટના વધારાના ચાર્જમાંથી મુક્તિનો નિર્ણય નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા લેવામાં આવ્યો હતો. જેના બાદ સરકારના આ નિર્ણયની DGCA દ્વારા આ મામલે 18 માર્ચ, 2026 ના રોજ જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ હવે ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ આનો વિરોધ કરતા MoCA સચિવ સમીર સિંહાને પત્ર લખ્યો છે. જણાવી દઈએ કે ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટ - દેશની ત્રણ સૌથી મોટી એરલાઇન્સ FIA ના સભ્યો છે.FIAએ સરકારના આદેશને લઈને ચેતવણી આપી છે કે જો તે ફરજીયાત કરવામાં આવશે તો ટિકિટો વધુ મોંઘી થઈ શકે છે.
એરલાઈન્સ, સરકારની દખલગીરી અયોગ્ય
એરલાઈન્સ DGCAના આદેશને અયોગ્ય માની રહી છે. FIAએ પોતાના પત્રમાં લખ્યું છે કે સરકાર DGCA, જે હવાઈ ટ્રાફિકનું નિરીક્ષણ કરતી સરકારી સંસ્થા છે, તેને સીટ ચાર્જ જેવી વિવિધ સેવાઓ માટે કિંમતો નક્કી કરવાનો કાનૂની અધિકાર નથી. અગાઉના કોર્ટના નિર્ણયોનો ઉલ્લેખ કરતા, તેઓએ કહ્યું, "આ તેમના અધિકારક્ષેત્રમાં નથી." એવી પણ દલીલ કરી કે આ આદેશ કાયદેસર રીતે અમાન્ય છે. હવાઈ સેવામાં સરકારની આ પ્રકારની દખલગીરી અયોગ્ય છે.
FIAએ ઉઠાવ્યા પ્રશ્નો, એરલાઈન્સનું સંચાલન કેવી રીતે
સરકારના નિર્દેશ બાદ DGCA દ્વારા હાલમાં વિમાનમાં પસંદગીની સીટ પરના ચાર્જમાંથી મુક્તિ આપવાનો એરલાઈન્સને આદેશ આપવામાં આવ્યો હતો. હવે એરલાઈન્સ સરકારનો આ નિર્ણયનો વિરોધ કરી રહી છે. એરલાઈન્સે દલીલ કરતાં કહ્યું કે જો અમે સીટો માટે ચાર્જ નહીં લઈએ, તો એરલાઈન સંચાલના માટે પૈસા ક્યાંકથી તો લાવવા પડશે. દરેક એરલાઇન મુસાફરોને વિવિધ સેવા પ્રદાન કરે છે. કેટલીક સસ્તી બેઠકો આપે છે, કેટલીક વધુ લેગરૂમ આપે છે, તો કેટલીક વધુ સારું ભોજન આપે છે. જો દરેક વ્યક્તિ સમાન નિયમોનું પાલન કરે છે, તો આ ભેદભાવનો અંત આવશે.
આદેશ ફરજીયાત કરાશે તો ટિકિટો વધુ મોંઘી થશે
FIA કહે છે કે જે લોકો સસ્તી ફ્લાઇટ્સ લે છે - બજેટ ટ્રાવેલર્સ, પરિવારો અને વારંવાર ઉડાન ભરનારાઓ - તેમને સૌથી વધુ અસર થશે, કારણ કે ટિકિટો વધુ મોંઘી થશે, જેની સીધી અસર તેમના ખિસ્સા પર પડશે. અત્યારે, તમે 4,000માં ટિકિટ ખરીદો છો અને તમારી મનપસંદ સીટ 300માં. એટલે કે 4,300. કાલે, ટિકિટની કિંમત 4,500 થઈ શકે છે, ભલે સીટ મફત હોય. સરકાર આ આદેશ ફરજીયાત બનાવશે તો ટિકિટ મોંઘી થશે અને આખરે મુસાફરોએ જ કિમંત ચૂકવવાની રહેશે.
આ પણ વાંચો : Hormuz Strait Crossing : ભારત માટે ગુડ ન્યૂઝ, બે LPG ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા માટે મળ્યું ગ્રીન સિગ્નલ