બિહારના રોહતાસમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ રેલી સંબોધી હતી આ દરમિયાન તેઓએ રાહુલ ગાઁધી પર પ્રહારો ક્રયા. તેમણે ઘૂસણખોરોને લઇને પણ પોતાનું નિવેદન આપ્યું. અમિત શાહે કહ્યું કે લૂંટ, હત્યાથી રાજ્યમાં સમૃદ્ધિ નથી આવતી. લાલુ તેજસ્વી બિહારને સમૃદ્ધ નહીં કરી શકે. પીએમ મોદીએ 24 વર્ષથી એક રજા લીધી નથી. તેઓ 24 કલાક કામ કરી રહ્યા છે.
ઘુસણખોરો બચાવો યાત્રા હતી- અમિત શાહ
આ સાથે જ તેઓએ વિપક્ષને આડેહાથ લેતા કહ્યું કે SC,ST,OBCને મળતી અનામત અમે નાબૂદ નહીં કરીએ. વિપક્ષ જુઠ્ઠી વાતો ફેલાવી રહ્યું છે. અમિત શાહે રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રાની પણ આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી તાજેતરમાં બિહાર ગયા હતા પરંતુ તેમની મુલાકાત શિક્ષણ, રોજગાર, વીજળી કે રસ્તાના વિકાસ માટે નહોતી. શાહના મતે, રાહુલ ગાંધીની મુલાકાત ખરેખર ઘુસણખોરોને બચાવો યાત્રા હતી.
Also Read
Amit Shah Visit Gujarat : ગૃહપ્રધાન અમિત શાહ 22 સપ્ટેમ્બરે આવશે ગુજરાત, રાજકોટમાં યોજાનારા ખેડૂત સંમેલનમાં આપશે હાજરી
Amit Shah ની મહત્વની જાહેરાત, "દેશના આ રાજ્યનો મહત્વનો વિસ્તાર હવે નક્સલ મુક્ત.."
Amit Shah Gujarat Visit : 13 અને 14 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં રાજકીય હલચલ, અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "કોંગ્રેસ દર વખતે નકલી વાતો ફેલાવે છે. રાહુલ ગાંધીએ યાત્રા કાઢી... તેમની યાત્રાનો વિષય મત ચોરી નહોતો. તેમનો વિષય સારું શિક્ષણ, રોજગાર, વીજળી, રસ્તા નહોતો, પરંતુ બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બચાવવાનો હતો. આ રાહુલ ગાંધીની 'ઘુસણખોરો બચાવો યાત્રા' હતી.
રોહતાસમાં વિપક્ષ પર વરસ્યા અમિત શાહ
અમિત શાહે સવાલ કર્યો કે શું ઘુસણખોરોને મફત રાશન, રોજગાર, નોકરીઓ, મતદાનનો અધિકાર અને 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર મળવી જોઈએ? અમિત શાહે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી આપણા યુવાનોના અધિકારો છીનવીને બાંગ્લાદેશના ઘુસણખોરોને આપવા માંગે છે.અમિત શાહે રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જો તેઓ છ મહિના સુધી વિદેશ ન જાય તો તેમને ઊંઘ પણ ન આવે. રાહુલ ગાંધીએ ઘૂસણખોરોને બચાવો" યાત્રાનું આયોજન કર્યું. અમે ઘૂસણખોરોને તમારા અધિકારો છીનવા દઈશું નહીં. અમારી સરકાર હેઠળ બિહારમાં વિકાસ થયો છે.
લાલુ યાદવ પર વરસ્યા અમિત શાહ
ગૃહમંત્રીએ પોતાના સંબોધનમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જો લાલુ યાદવ આખી જિંદગી પણ મુખ્યમંત્રી રહેને તો પણ એટલુ કામ ન કરી શકે જેટલુ કામ એનડીએએ કર્યુ છે. અમિત શાહે લાલુના શાસનને કૌભાંડો સાથે જોડ્યું અને કહ્યું કે બિહાર ચારા કૌભાંડ, તાર કૌભાંડ અને નોકરી માટે જમીન કૌભાંડ સહિત અનેક ભ્રષ્ટાચારના કેસોમાં ફસાયેલું હતું.










