કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એક વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવશે. આગામી સોમવારે એટલે કે 22મી સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને રાજકોટમાં ખેડૂત સંમેલનમાં હાજરી આપશે. આ દરમિયાન રાજકોટ જિલ્લા બેન્ક સહિતની સંસ્થાઓની સામાન્ય સભા યોજવામાં આવશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાની આગેવાનીમાં ખેડૂત સંમેલનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જયેશ રાદડિયાની આગેવાનીમાં ખેડૂત સંમેલનની તૈયારીઓ
તમને જણાવી દઈએ કે અમિત શાહની હાજરીમાં 50,000થી વધુ ખેડૂતોનું સંમેલન યોજાશે. ત્યારે જયેશ રાદડિયા માટે સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે ચમકવા માટે આ મોટું પ્લેટફોર્મ છે. રાદડિયા માટે વિરોધી જૂથને સાઈડલાઈન કરવાની સાથે શક્તિ પ્રદર્શન માટે મોટો મોકો છે. રાજકોટમાં એક સમયે 1 લાખ ખેડૂતોનું વિશાળ સંમેલન બોલાવવાનો રેકોર્ડ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના નામે છે. તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા જ ગૃહપ્રધાન ગુજરાતના પ્રવાસે હતા અને આ દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહે આ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં આયોજિત ત્રણ મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપી હતી.













