ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના જન્મદિવસ પ્રસંગે દેશભરમાંથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. આ ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર એક ભાવુક અને પ્રશંસાત્મક સંદેશ શેર કરીને ગૃહમંત્રીને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ અમિત શાહના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશસેવા માટેના લાંબા જીવનની ઈશ્વર પાસે પ્રાથના કરી હતી.

વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં ગૃહમંત્રી અમિત શાહની અસાધારણ વહીવટી કુશળતા અને દ્રઢ નેતૃત્વ ક્ષમતાના મુક્ત મને વખાણ કર્યા હતા. તેમણે નોંધ્યું હતું કે દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવામાં અને રાષ્ટ્રીય એકતાને અક્ષુણ્ણ રાખવામાં અમિત શાહનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. પીએમ મોદીએ ખાસ કરીને દેશમાંથી નક્સલવાદના નાબૂદીકરણ માટે ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા કડક અને વ્યૂહાત્મક પગલાંઓની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે શાહના દ્રઢ સંકલ્પના કારણે જ આજે દેશના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ અને વિકાસનો નવો યુગ શરૂ થયો છે.
https://x.com/narendramodi/status/2113095544142970997?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2113095544142970997%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

અમિત શાહ દ્વારા ચલાવાતી નીતિની પણ સરાહના કરી

આ ઉપરાંત, વડાપ્રધાને ભારતમાં 'ડ્રગ્સમુક્ત સમાજ'ના નિર્માણ માટે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ચલાવવામાં આવી રહેલી વ્યાપક ઝુંબેશ અને નીતિઓની પણ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને દેશના યુવાધનને સુરક્ષિત કરવામાં શાહનું યોગદાન પ્રશંસનીય છે.

અનેક નેતાઓએ પાઠવી શુભકામનાઓ

ગૃહમંત્રી અમિત શાહના આ જન્મદિવસ પર વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પણ તેમને વિશિષ્ટ શુભેચ્છાઓ પાઠવી હતી. દેશની સુરક્ષા, સહકારી ક્ષેત્રના પુનરુત્થાન અને સુશાસન પ્રત્યેની તેમની અવિરત કટિબદ્ધતાને તમામ ક્ષેત્રના અગ્રણીઓએ બિરદાવી હતી.
https://x.com/rajnathsingh/status/2113095742743355487?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2113095742743355487%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

https://x.com/Bhupendrapbjp/status/2113091354498863194?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2113091354498863194%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


https://x.com/sanghaviharsh/status/2112985373852962979?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2112985373852962979%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

આ પણ વાંચોઃ Iran Israel US War: ઇરાન પર મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા અને ઇઝરાયલ, પ્લાન તૈયાર