અમિત શાહે કહ્યુ કે આતંકી હુમલા બાદ અમે નક્કી કર્યુ કે તપાસ એનઆઇએ કરશે. 23 એપ્રિલે અમે સુરક્ષા મિટીંગ કરી જેમાં નક્કી કરાયુ કે કોઇ પણ ભોગે આતંકીઓ પાકિસ્તાન ન જવા જોઇએ. અમે લાંબી તપાસ પ્રક્રિયા ચાલી ગઇ.
3 હજાર કલાક પૂછપરછ ચાલી
અમે પર્યટકોના પરિવારના સભ્યો, કેમેરામેન, ખચ્ચર માલિક સહિત 1055 લોકોની 3હજાર કલાક પૂછપરછ કરી. આતંકીઓના સ્કેચ બનાવ્યા. 22 જૂને 2025ના રોજ બશીર અને પરવેઝની ઓળખ કરવામાં આવી. આ બંની ધરપકડ કરાતા હાલ તેઓ કસ્ટડીમાં છે. આ એ લોકો છે જેને આતંકીઓને આશ્રય આપ્યો હતો.
Also Read
Amit Shah in Loksabha: ત્રણેય આતંકીઓ પાકિસ્તાની હતા, પુરાવા છે, સદનમાં અમિત શાહનો વિપક્ષને વળતો જવાબ
Lok Sabha Monsoon Session : વિપક્ષ પર ભડક્યા અમિત શાહ, કહ્યું 'વિદેશ મંત્રી પર નહીં તેમને અન્ય દેશ પર છે વિશ્વાસ'
Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક
પૂછપરછ કરાતા અમને જાણવા મળ્યુ કે 3 આતંકીઓ બૈસરન આવ્યા હતા તેમની પાસે AK 47 અને M9 ટર્બાઇન હથિયારો હતા. તેઓએ ત્યાં ભોજન કર્યું અને પછી કેટલીક ખાદ્ય ચીજો લઈને જતા રહ્યા હતા.
કેવી રીતે આતંકીઓ સુધી પહોંચ્યા ?
ઓપરેશન મહાદેવને લઇને વધુમાં કહ્યું કે 22 મે થી 22 જુલાઈ સુધી તેમના સિગ્નલો સતત ટ્રેક કરવામાં આવી રહ્યા હતા. પછી 22 જુલાઈના રોજ, અમને સેન્સર દ્વારા પુષ્ટિ મળી. આ પછી અમે આતંકવાદીઓને એકસાથે ઘેરી લેવાનું કામ કર્યું. પછી ગઈકાલે આ ત્રણ આતંકવાદીઓને માર્યા ગયા. માર્યા ગયેલા આતંકવાદીઓ અફઘાન, સુલેમાન, જિબ્રાન છે. તેઓ આતંકવાદી હોવાની 4 લોકોએ ઓળખ કરી. સ્થળ પરથી મળેલા કારતૂસ માટે FSL રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. મળી આવેલા કારતૂસ AK-47 અને M-9 ના હતા.
વૈજ્ઞાનિકોની પણ મદદ લીધી
ગઈકાલે રાત્રે, તપાસ માટે નમૂનાઓ ચંદીગઢ મોકલવામાં આવ્યા હતા. અને તે આખી રાત ત્યાં નમૂનાની તપાસ ચાલી. 6 વૈજ્ઞાનિકો સાથે મે વાત કરી તેઓએ પણ પુષ્ટિ કરી કે આ એજ ગોળીઓ હતી. વળી જ્યારે આ આંતરીઓના મૃતદેહને શ્રીનગર લવાયા ત્યારે અમારી એજન્સીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા લોકોએ પણ તેઓ પહલગામ હુમલાના આતંકીઓ હોવાની ઓળખ કરી હતી.
ઓપરેશન મહાદેવ વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે એક સંયુક્ત ઓપરેશન મહાદેવ કે જેમાં ભારતીય સેના ઉપરાંત સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે પહલગામ આતંકી હુમલામાં શામેલ 3 આતંકવાદીઓને ઠાર માર્યા. આ ત્રણેય બૈસરનમાં હતા અને ત્રણેય માર્યા ગયા. સંયુક્ત ઓપરેશન મહાદેવની શરૂઆત 22 મે 2025ના રોજ થઇહતી. આતંકી હુમલા બાદ સુરક્ષા બેઠક થઇ અને અમે કામ તરત જ શરૂ કરી દીધુ હતું.










