કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટને ધ્યાને રાખીને રાષ્ટ્રીય રાજધાની અને દેશના અન્ય ભાગોમાં સુરક્ષા સ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે મંગળવારે 2 સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. અમિત શાહે આજે સવારે બેઠક કરી અને બપોરે પણ હાઇ લેવલની બેઠકની અધ્યક્ષતા કરી. તેમણે કહ્યું કે આ ઘટનાની પાછળ એક એક દોષીને પકડવાના નિર્દેસ આપ્યા છે.
બેઠકમાં શું થઇ ચર્ચા ?
મહત્વનું છે કે આ બેઠકમાં ગૃહ સચિવ, એનઆઇએ DG સહિત તપાસ એજન્સીના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહ મંત્રાલયે વિસ્ફોટની તપાસ NIA ને સોંપી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ચેતવણી આપી હતી કે દરેક ગુનેગારને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. તેમણે કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં ગુનેગારોને શોધવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ કૃત્યમાં સામેલ તમામ લોકોને કડક સજા કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીરના DGP ઓનલાઇન જોડાયા હતા બેઠકમાં
જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (DGP) નલિન પ્રભાત પણ ઓનલાઈન બેઠકમાં જોડાયા હતા. બેઠક દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ વિસ્ફોટ પછીની પરિસ્થિતિ વિશે માહિતી આપી. ગૃહ મંત્રાલયે વિસ્ફોટની તપાસ NIA ને પણ સોંપી છે. આ સ્પષ્ટ સંકેત છે કે સરકારે વિસ્ફોટને આતંકવાદી કૃત્ય માન્યો છે, કારણ કે NIA ફક્ત આતંકવાદી કેસોની તપાસ કરવા માટે અધિકૃત છે.
અનેક સ્થળે પાડ્યા દરોડા
વિસ્ફોટમાં મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે. ગૃહમંત્રીએ જણાવ્યું છે કે ટોચની તપાસ એજન્સીઓ વિસ્ફોટની તપાસ કરી રહી છે અને ઘટનાના તળિયે પહોંચશે. મંગળવાર (11 નવેમ્બર, 2025), દિલ્હી પોલીસે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના સંદર્ભમાં UAPA હેઠળ FIR નોંધી અને દિલ્હીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા.
ગુનેગારોને કડક સજા મળશે
દિલ્હી કાર બ્લાસ્ટ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરી. આ ઘટના પાછળના દરેક ગુનેગારને શોધવા માટે તેમને સૂચના આપી. આ કૃત્યમાં સામેલ દરેક વ્યક્તિને આપણી એજન્સીઓની કડકમાં કડક સજા મળશે.