સાઇબર અપરાધ પ્રત્યે જાગૃતતા લાવવા માટે હાલ જે ફોનમાં સતત કોલર ટ્યુન વાગી રહી છે તેનાથી કેટલાયે લોકો હેરાન પરેશાન છે. હવે આ મામલે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિંયાને અનેક ફરિયાદ મળી રહી છે. મધ્યપ્રદેશના એક પૂર્વ ધારાસભ્યએ પણ આ મમાલે અવાજ ઉઠાવ્યો છે.
કેન્દ્રીય મંત્રી સિંધિયાએ આ મુદ્દા પર વિચાર કરવાની ખાતરી આપી છે
ઇન્દોરના ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય સુદર્શન ગુપ્તાએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે આ કોલર ટ્યુનનો લાંબો સમય મોબાઇલ ફોન વપરાશકર્તાઓ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે, ખાસ કરીને જેઓ કટોકટીમાં ફોન કરે છે. શહેરની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી સિંધિયાને આ સંદર્ભમાં એક મેમોરેન્ડમ સોંપવામાં આવ્યું હતું.
ગુપ્તાએ કહ્યું કે સાયબર ગુનાઓ વિશે જાગૃતિ જરૂરી છે, પરંતુ કોલર ટ્યુનની બિનજરૂરી લંબાઈ લોકોને અસુવિધા પહોંચાડી રહી છે, ખાસ કરીને જ્યારે તાત્કાલિક સંદેશાવ્યવહારની જરૂર હોય ત્યારે. ભૂતપૂર્વ ધારાસભ્ય ગુપ્તાએ સૂચન કર્યું કે જાગૃતિ માટે SMS ચેતવણીઓ અથવા અન્ય વૈકલ્પિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ.
કેન્દ્રીય મંત્રી સિંધિયાએ આ મુદ્દા પર વિચાર કરવાની ખાતરી આપી છે અને હવે જોવાનું બાકી છે કે સરકાર આ માગ પર શું પગલાં લે છે. આ પગલાથી મોબાઇલ વપરાશકર્તાઓને રાહત મળવાની અપેક્ષા છે, જેઓ લાંબા સમયથી આ કોલર ટ્યુનથી પરેશાન છે.
સાઇબર ઠગ પ્રત્યે જાગૃતતા ફેલાવે છે આ કોલરટ્યુન
છેલ્લા બે મહિનાથી દેશના તમામ મોબાઇલ કોલ પર સાઇબર ફ્રોડ પ્રત્યે જાગૃતતા કરતો સંદેશ સંભળાઇ રહ્ય છે.આ સંદેશ પછી કોલ કનેક્ટ થાય છે. ગુપ્તાએ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે જાગૃતતા માટે આ પ્રયોગ સારો છે, પણ હવે તેનાથી બીજી મુશ્કેલીઓ વધી રહી છે. મોબાઇલ કોલ લગાવવામાં સતત મુશ્કેલી આવી રહી છે. કોલ ડ્રોપ અને કનેક્ટિવિટીમાં સમસ્યા આવે છે. અચાનક કોઇને ફોન કરવો હોય કે કોઇ મુશ્કેલી હોય તો કસ્ટમરને તકલીફ પડી રહી છે.
એમ્બ્યુલન્સ બોલાવવામાં થયુ મોડુ
એવી તો કેટલીયે ફરીયાદો ઉઠી છે જેમાં કોલર ટ્યુન બાધા બની છે.