11 જૂને આકાશમાં એક અજીબ ખગોળીય નજારો જોવા મળશે, જ્યારે જૂનની પૂર્ણિમાએ રાત્રે સ્ટ્રોબેરી મૂન દેખાશે. આ વર્ષે આ માઇક્રો મૂન દેખાશે, જે પૃથ્વીથી ખૂબ દૂર હોવાના કારણે સામાન્ય કરતા થોડો નાનો અને ધુંધળો દેખાશે. જે 10 જૂને સૂર્યાસ્ત પછી તરત જ જોવા મળશે દક્ષિણ પૂર્વી ક્ષિતીજ પર દેખાશે, ઉડય થતાની સાથે થોડો મોટુ અને ચમકીલું દેખાશે


કેટલા વાગ્યે અને ક્યાં દેખાશે સ્ટ્રોબેરી મૂન ?

11 જૂને સવારે 03.44 વાગ્યે અમેરિકાના સમય અનુસાર પૂર્વી સમય પર દેખાશે, તે સ્ટ્રોબેરી મૂન અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં દેખાશે.

શા માટે સ્ટ્રોબેરી મૂન કહેવામાં આવે છે

આ ચાંદને સ્ટ્રોબેરી મૂન તેના રંગના આધારે નહી પણ તેની પાછળ એક તર્ક રહેલો છે, તર્ક એ છે કે નેટિવ અમેરિકન સ્ટ્રોબેરી મૂન દેખાતા જ સ્ટ્રોબેરીના પાક લેવાનો શરૂ થાય છે આ રીતે તેને પ્રકૃત્તિ સાથે જોડી શકાય છે. આમ જોવા જઇએ તો આ એક આકાશી નજારો છે કેમેકે આ સમગ્ર એક ખગોળીય ઘટના છે. જાણકારી અનુસાર 20 જૂને ગ્રીષ્મ સંક્રાતિના કેટલાક દિવસ પહેલા થનારા સ્ટ્રોબેરી મૂન કેલેન્ડરની જેમ કામ કરે છે. કેમકે તે ચંદ્રમાંની કક્ષામાં પૃથ્વીથી સૌથી દૂર બિંદુ પર છે. આ કારણે આ સામાન્ય પૂર્ણિમાની સરખામણીએ થોડો નાનો અને ધુંધળો દેખાશે.

પૂર્ણિમાએ ચંદ્ર સોળ કળાએ ખીલી ઉઠે છે

ચાંદ પર કેમ દેખાય છે પૂર્ણિમાએ ચંદ્ર સોળ કળાએ ખીલી ઉઠે છે. જ્યારે ચંદ્રમાં પૃથ્વીથી સૂર્યની વિપરીત દીશામાં હોય છે આ ચંદ્રમાંતેની સપાટી પર સંપૂર્ણ દેખાય છે. આ દરમિયાન સૂર્યનો પ્રકાશ ચંદ્રમાં ની વિપરીત દિશામાં હોય છેજેના કારણે ચંદ્ર આખે આખો દેખાય છે. તો સ્ટ્રોબેરી મૂન વાયુમંડળીય વિખરાટના કારણે ખાસકરીને ક્ષિતીજની પાસે પીળો કે વાદળી રંગનો દેખાવા લાગે છે.

જોવાનો સાચો સમય અને પદ્ધતિ

સ્ટ્રોબેરી મૂનને જોવાનો સમય 11 જૂન રાત્રીનો છે. ચંદ્રમાં જ્યારે પૂર્વ દિશામાં ઉગે છે તો પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે. આ ક્ષીતિજની પાસે થાય છે ત્યારે તેનો રંગ લાલ ચટ્ટક હોય છે જેના લીધે તેને સ્ટ્રોબેરી મૂન કહેવામાં આવે છે. વાયુમંડળના પ્રભાવના કારણે વાદળી, લાલ રંગની તરંગો સીધી વિખેરાતા તે લાલરંગનો દેખાય છે. 

  • Follow us on: