અજિત પવારના નિધનથી રાજ્યને મોટું નુકસાન થયુ હોવાનું શરદ પવારે કહ્યુ હતુ.

શરદ પવારે આપી શ્રદ્ધાંજલિ

એનસીપી અધ્યક્ષ શરદ પવારે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના નાયબ સીએમ અજિત પવારના નિધન મામલે પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યુ હતુ કે, અજિત પવારનું સ્થાન કોઇ લઇ શકશે નહી. તેમની ભરપાઇ કરવી અશક્ય છે. મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં અજિત પવારનો પરિવાર બારામતી પહોંચ્યો હતો.

વેપારી સમુદાયમાં શોકની લહેર

અજિત પવારના અવસાનથી વેપારી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના અચાનક અવસાનને કારણે, પુણેના તમામ વેપારીઓ બંધ રહેશે. આ નિર્ણય પુણે વેપારી સંગઠન દ્વારા લેવામાં આવ્યો છે. અજિત પવારના મૃતદેહને તેમના કાટેવાડી નિવાસસ્થાને જાહેર દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર સવારે 11 કલાકે કરવામાં આવશે. પવાર પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનથી પરિવારને ભારે આઘાત લાગ્યો છે.

આઘાતમાં છે પવાર પરિવાર

શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુલે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર બારામતીમાં પરિવારના સભ્યોને મળતા ભાવુક થઈ ગયા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનના સમાચાર મળતાં જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રાજ્યપાલ દેવબ્રત આચાર્ય તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને તેમની પત્ની સુનેત્રા પવારને મળ્યા હતા. પરંતુ ત્યાં તેમણે જે જોયું તેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. 

આ પણ વાંચોઃ Baramati Plane Crash News: વિમાન દુર્ઘટનાના થોડા સમય પહેલા શામ્ભવીએ દાદી સાથે કરી હતી વાત, અને પછી આવી મોતની ખબર....