DGCA મુજબ, વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવિત બચ્યું હોવાની પુષ્ટિ થઈ નથી. આ અકસ્માતમાં ડેપ્યુટી સીએમ અજિત પવારનું નિધન થયું છે. આ દુર્ઘટના સવારના સમયે રનવેની નજીક બની હતી.

મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધનથી બહેન સુપ્રિયા સુલે ભાંગી પડ્યા છે. આ દુર્ઘટનાની જાણ થતા જ રાજ્યસભા સાંસદ સુપ્રિયા સુલે તાત્કાલીક બારામતી જવા રવાના થયા છે. તેમણે આ દુખદ ક્ષણે તેમના વ્હોટ્સએપ સ્ટેટસ પર લખ્યુ (Devastated)

સુપ્રિયા સુલેની ભાવનાત્મક પ્રતિક્રિયા અને નેતાઓની દોડધામ

આ ભયાનક અકસ્માતના સમાચાર મળતા જ અજિત પવારના બહેન અને NCPના રાજ્યસભા સાંસદ સુપ્રિયા સુલે તાત્કાલિક દિલ્હીથી બારામતી જવા રવાના થયા હતા. તેમણે હજુ સુધી મીડિયા સાથે સીધી વાત કરી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના વોટ્સએપ સ્ટેટસ પર અંગ્રેજી શબ્દ 'Devastated' (અત્યંત આઘાતજનક) લખીને પોતાની ભાવનાત્મક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

નેતાઓની બારામતી તરફ દોડ

સુપ્રિયા સુલે શરદ પવારના પુત્રી છે અને અજિત પવારના પિતરાઈ બહેન થાય છે. NCPના વિભાજન પછી સંબંધોમાં થોડું અંતર આવ્યું હતું, પરંતુ તાજેતરના મહિનાઓમાં પારિવારિક સંબંધો ફરી સામાન્ય થતા જણાતા હતા.

કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) ની સમીક્ષા કરવામાં આવશે

આ અકસ્માતની જાણ થતા જ અજિત પવારના કાકા અને NCP અધ્યક્ષ શરદ પવાર, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે પણ બારામતી જવા રવાના થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને સીલ કરી દીધો છે અને તપાસ શરૂ કરી છે. પાયલટોની અંતિમ વાતચીત અને સ્થિતિ સમજવા માટે કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) ની સમીક્ષા કરવામાં આવશે, તેમજ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે થયેલી સત્તાવાર વાતચીતની પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: Ajit Pawar Plane Crash : અજિત પવાર સાથે બારામતી પ્લેન ક્રેશમાં મૃત્યુને ભેટનારા બીજા કોણ હતા ?